ભારતીય ખેલાડીઓએ વુશુમાં રચ્યો ઇતિહાસ

અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં જીત્યા ચાર બ્રૉન્ઝ, ચીનમાં લીધેલી તાલીમનો થયો લાભ


santos kumar

ગઈ કાલે એશિયન ગેમ્સના ચોથા દિવસે ભારતને ૪ મેડલ એવી રમતમાં મળ્યા જેના વિશે દેશમાં બહુ ઓછા લોકોને જાણકારી છે. એશિયન ગેમ્સની પુરુષોની સેમી ફાઇનલમાં હારતાં નરેન્દર ગ્રેવાલે ફરી એક વાર બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ ભારતીય વુશુ ટીમે ચાર બ્રૉન્ઝ મેડલ જીતી અત્યાર સુધીનું આ રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

narendra


ભારતના ચાર ખેલાડીઓ સેમી ફાઇનલમાં હારી ગયા હતા. વુશુ એક ચાઇનીઝ કુંગ ફુ રમત છે જેમાં કિક-બૉક્સિંગ અને રેસલિંગનું મિશ્રણ હોય છે. નરેન્દર ૨૦૧૪ની એશિયન ગેમ્સમાં પણ બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે તેને ઈરાનના ખેલાડીએ ૬૫ કિલોગ્રામની કૅટેગરીમાં ૦-૨થી હરાવ્યો.

bhanu


૨૦૧૩ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર સંતોષ કુમારને ૫૬ કિલોગ્રામ કૅટેગરીમાં વિયેટનામના ખેલાડીએ ૦-૨થી હરાવ્યો હતો.

roshinidebi


૬૦ કિલોગ્રામ કૅટેગરીમાં ભારતના સૂર્યભાનુ પ્રતાપ સિંહને ઈરાનના ખેલાડીએ ૦-૨થી હરાવ્યો હતો. મહિલાઓની ૬૦ કિલોગ્રામ કૅટેગરીમાં રોશિબિના દેવીને ચીનની ખેલાડીએ ૦-૧થી હરાવી હતી. ભારતીય ટીમના કોચ રવિપ્રકાશ ત્રિપાઠીએ કહ્યું હતું કે એશિયન ગેમ્સ પહેલાં એક મહિના માટે ચીનની લીધેલી તાલીમને કારણે ખેલાડીઓના પ્રદર્શનમાં ઘણો સુધારો થયો હતો

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK