ભારતે પાકિસ્તાનને ૪-૦થી કચડી નાખ્યું

આ વર્ષે સતત ચોથી વાર હરાવ્યું : હવે આવતી કાલે મલેશિયા સામે ફાઇનલ જંગ, જ્યારે પાકિસ્તાની ટીમ  સાઉથ કોરિયા સામે બ્રૉન્ઝ મેડલ માટે ટકરાશે

hockey

બંગલા દેશની રાજધાની ઢાકામાં ચાલી રહેલી એશિયા કપ હૉકી ટુર્નામેન્ટમાં ગઈ કાલે સુપર-૪ના એના છેલ્લા મુકાબલામાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને અઠવાડિયામાં બીજી વાર હરાવીને વટથી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં હવે આવતી કાલે ભારતનો મુકાબલો મલેશિયા સામે થશે. મલેશિયા સામે સુપર-૪માં ભારતે ૬-૨થી સૉલિડ જીત મેળવી હતી.

ભારતે ટુર્નામેન્ટમાં આઠમી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલાંની સાત ફાઇનલમાંથી ૨૦૦૩ અને ૨૦૦૭માં પાકિસ્તાન અને સાઉથ કોરિયાને અનુક્રમે હરાવીને ચૅમ્પિયન બન્યું હતું, જ્યારે પાંચ ફાઇનલ હારમાં ત્રણ વાર પાકિસ્તાન સામે અને બે વાર સાઉથ કોરિયા સામે હાર જોવી પડી હતી.

અઠવાડિયા પહેલાં લીગ રાઉન્ડમાં


૩-૧થી પછાડ્યા બાદ ફરી હરીફ ટીમને પરાસ્ત કરવા મેદાનમાં ઊતરેલી ભારતીય ટીમે પહેલો ગોલ કરવા માટે ખૂબ જ રાહ જોવી પડી હતી. હાફ-ટાઇમ સુધી બન્ને ટીમ ૦-૦થી બરાબરી પર રહી હતી. ત્રીજી ક્વૉર્ટર સમાપ્ત થવાને એક મિનિટની વાર હતી જ્યારે ૩૯મી મિનિટે સતબીર સિંહે પહેલો ગોલ ફટકારીને ભારતને લીડ અપાવી હતી. પહેલા ગોલ બાદ જોશમાં આવી ગયેલી ટીમે ત્યાર બાદ ૫૧મી મિનિટે (હરમનપ્રિત સિંહ), બાવનમી મિનિટે (લલિત ઉપાધ્યાય) અને ૫૭મી મિનિટે (ગુર્જન્ત સિંહ) ધનાધન ગોલ ફટકારીને પાકિસ્તાનના કૅમ્પમાં સોપો પાડી દીધો હતો. આ જીત સાથે ભારતે પાકિસ્તાનને આ વર્ષે સતત ïચોથી વાર હરાવ્યું હતું. પાકિસ્તાન હવે આવતી કાલે બ્રૉન્ઝ મેડલ માટે સાઉથ કોરિયા સામે રમશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK