ભારત અને પાકિસ્તાન વચ્ચે જામશે હૉકી-વૉર

બંગલા દેશમાં ચાલી રહેલા એશિયા કપમાં આજે સુપર સન્ડે



બંગલા દેશની રાજધાની ઢાકામાં ચાલી રહેલી એશિયા કપ હૉકી ટુર્નામેન્ટમાં આજે સૌથી એક્સાઇટિંગ મુકાબલો થવાનો છે. કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન આજે એમની ત્રીજી લીગ મૅચમાં ટકરાવાનાં છે.

શાનદાર ફૉર્મમાં રમી રહેલા ભારતે એની પ્રથમ મૅચમાં જપાનને ૫-૧થી અને બીજીમાં યજમાન બંગલા દેશને ૭-૦થી કચડી નાખ્યું છે જ્યારે પાકિસ્તાને એના પ્રથમ મુકાબલામાં બગલા દેશને ભારતની જેમ ૭-૦થી હરાવ્યું હતું, પણ બીજો જપાન સામે ૨-૨થી ડ્રૉ રહ્યો હતો.

ગ્રુપ-Aમાં ભારત બે શાનદાર જીત સાથે કુલ ૬ પૉઇન્ટ સાથે ટોચ પર છે અને સુપર ફોર રાઉન્ડમાં પહોંચી ગયું છે જ્યારે પાકિસ્તાન ચાર પૉઇન્ટ સાથે બીજા નંબરે છે. પાકિસ્તાન માટે આ ખૂબ જ મહત્વની મૅચ છે. જો તેઓ આજે મોટા માર્જિનથી હારે અને બીજી તરફ જપાન નબળી બંગલા દેશની ટીમ સામે મોટો વિજય મેળવે તો તેમને ઘરભેગા થવું પડી શકે છે.

ભારતીય ટીમે એની બન્ને લીગ મૅચમાં શાનદાર પફોર્મ કરતાં શાનદાર ફીલ્ડ ગોલ કર્યા છે, પણ પેનલ્ટી કૉર્નરની નબળાઈ ચિંતાનો વિષય બની ગઈ છે. બંગલા દેશ સામે ભારતીય ટીમને ૧૩ પેનલ્ટી કૉર્નર મળ્યા હતા, પણ એ ફક્ત બે ગોલ કરવામાં સફળ થઈ હતી.

છેલ્લે ૬-૧થી હરાવ્યું હતું


બન્ને દેશો વચ્ચે છેલ્લે જૂનમાં લંડનમાં ટક્કર જામી હતી. વર્લ્ડ લીગ સેમી ફાઇનલ્સ મુકાબલાઓમાં પાંચથી આઠમા ક્રમાંક માટેના એ જંગમાં ભારતે પાકિસ્તાનને ૬-૧થી કચડી નાખ્યું હતું. આ મસમોટી હારને લીધે પાકિસ્તાન માટે આવતા વર્ષે ભુવનેશ્વરમાં રમાનારા વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થવું મુશ્કેલ થઈ ગયું છે. પાકિસ્તાન આજે આ હારનો બદલો લેવાના મજબૂત ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK