વિશ્વમાં એક અબજ કરતાં વધારે ક્રિકેટપ્રેમી

T૨૦ સૌથી લોકપ્રિય : વન-ડે અને T૨૦ને ઑલિમ્પિક્સમાં સામેલ કરવાની માગણી : જોકે ટેસ્ટ-ક્રિકેટ પણ નથી આઉટડેટેડ

bat ball

હાલમાં ફુટબૉલનો વર્લ્ડ કપ રશિયામાં ચાલી રહ્યો છે અને એમાં ૩૨ દેશોની ટીમો રમી રહી છે. વિશ્વભરમાં એના ચાહકો છે ત્યારે ક્રિકેટ માત્ર ૧૨ દેશોમાં રમાય છે અને એના કેટલા ચાહકો છે એ વિશે ICCએ કરાવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે દુનિયામાં એક અબજ કરતાં વધારે ક્રિકેટપ્રેમીઓ છે, જેમાંથી ૯૦ ટકા તો ફક્ત ઇન્ડિયન સબ-કૉન્ટિનન્ટ એટલે કે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બંગલા દેશમાં છે. ક્રિકેટપ્રેમીની સરેરાશ ઉંમર ૩૪ વર્ષની છે.

ICCએ અત્યાર સુધીના કરાવેલા સૌથી મોટા સ્ર્પોટ્સ માકેર્ટભ રિસર્ચના આંકડા મુજબ આખી દુનિયામાં એક અબજ કરતાં પણ વધારે ક્રિકેટપ્રેમીઓ છે જેમાંથી એકલા ભારતીય ઉપમહાદ્વીપમાં ૯૦ ટકા કરતાં વધારે છે. ક્રિકેટ-ફૅન્સની ઍવરેજ ઉંમર ૩૪ વર્ષ (સર્વે‍ની એજ કૅટેગરી ૧૬-૬૯ વર્ષ) છે જ્યારે ૬૧ ટકા પુરુષો અને ૩૯ ટકા મહિલાઓ આ રમતને પસંદ કરે છે. ક્રિકેટનું સૌથી શૉર્ટેસ્ટ ફૉર્મ T૨૦ ૯૨ ટકા ફૅન્સને ગમે છે, જ્યારે ૮૮ ટકા લોકોને વન-ડે મૅચો ગમે છે. ૭૦ ટકા લોકોને ટેસ્ટ-ક્રિકેટ ગમે છે. ICCના ૧૨ મેમ્બર દેશો ઉપરાંત અમેરિકા અને ચીનમાં પણ આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ૧૬થી ૬૯ વર્ષના આશરે ૧૯,૦૦૦ લોકોને આ સર્વેમાં વિવિધ સવાલો કરવામાં આવ્યા હતા.

ક્રિકેટના ગ્રોથની ક્ષમતાને ડેવલપ કરવા, આ ગેમની ગ્લોબલ સ્ટ્રૅટેજી નક્કી કરવા, એના વિશે નિર્ણયો લેવા અને સ્ટ્રૅટેજીના માપદંડ નક્કી કરવા માટે ICC દ્વારા આ રિસર્ચ કરાવવામાં આવ્યું હતું. આ રિસર્ચ કરવાનો હેતુ ક્રિકેટપ્રેમીઓને કેવી અલગ-અલગ રીતે ગેમ સાથે જકડી રાખવા અને આ ગેમને કેવી રીતે વધુ લોકપ્રિય બનાવવી એ હતો. આ અઠવાડિયાના અંતમાં ડબ્લિનમાં યોજાનારી ICCની બેઠકમાં આ સર્વે જાહેર કરવામાં આવશે.

૭૦ ટકા જેટલા ફૅન્સ ટેસ્ટ-ક્રિકેટમાં રસ ધરાવે છે જેમાંથી ઇંગ્લૅન્ડ અને વેલ્સના ૮૬ ટકા ચાહકોને ટેસ્ટ-ક્રિકેટ ગમે છે. સાઉથ આફ્રિકાના લોકોને વન-ડે (૯૧ ટકા) ગમે છે, જ્યારે પાકિસ્તાનના લોકોની પસંદ T૨૦ (૯૮ ટકા) છે. ICCના ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ રિચર્ડસને કહ્યું હતું કે ‘રમતની દુનિયાનો આ પહેલો ગ્લોબલ માર્કેટ રિસર્ચ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે. બેશક આ રસપ્રદ અને મજબૂત પોઝિશન પરથી રમતને વધુ આગળ વધારીશું. ૯૦ ટકા ફૅન્સ ફક્ત ભારતીય ઉપમહાદ્વીપમાં છે. રિસર્ચમાં જાણવા મYયું છે કે એક અબજ કરતાં વધુ લોકોમાંથી બે-તૃતીયાંશ ભાગના ફૅન્સ ક્રિકેટનાં ત્રણેય ફૉર્મે‍ટને પસંદ કરે છે. ૯૫ ટકા ફૅન્સને ICC ક્રિકેટ વર્લ્ડ કપ અને ICC T૨૦ વર્લ્ડ કપ વધુ ગમે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK