માની નથી શકતી કે વર્લ્ડ કપમાં આટલી સફળ થઈશ : મનુ ભાકર

શૂટિંગ વર્લ્ડ કપની મેડલ ટૅલીમાં ભારત ત્રણ ગોલ્ડ સાથે ટોચ પર

manu

પોતાના પહેલા જ વર્લ્ડ કપમાં ભાગ લેતી હરિયાણાની ૧૬ વર્ષની મનુ ભાકરને હજી પણ સાચું નથી લાગતું કે માત્ર ૨૪ કલાકની અંદર તે બે ગોલ્ડ જીતશે. મેક્સિકોના ગુઆડાલાજારમાં ચાલતી ઇન્ટરનૅશનલ શૂટિંગ સ્પોર્ટસ ફેડરેશન દ્વારા આયોજિત વર્લ્ડ કપ સ્પર્ધામાં સોમવારે મોડી રાત્રે રમાયેલી મિક્સ્ડ ટીમ પિસ્ટલની ફાઇનલમાં અગિયારમા ધોરણમાં ભણતી હરિયાણાની ૧૬ વર્ષની યુવતી મનુ ભાકરે બીજો ગોલ્ડ જીત્યો હતો. ૧૦ મીટર ઍર પિસ્ટલ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં ઓમપ્રકાશ મિથરવાલની સાથે ગોલ્ડ જીત્યા બાદ એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘માનવામાં નથી આવતું. વળી મેં ક્યારેય વિચાર્યું નહોતું કે સિનિયર વર્લ્ડ કપમાં બે ગોલ્ડ મેડલ જીતીશ.’ 

રવિવારે મનુ ભાકરે ૧૦ મીટર ઍૅર પિસ્ટલમાં પોતાનો પહેલો ગોલ્ડ જીત્યો હતો. માત્ર બે વર્ષ પહેલાં શૂટિંગમાં ભાગ લેનારી આ ટીનેજરે બે ગોલ્ડ જીતીને ખરેખર કમાલ કરી દીધી હતી. ભારત માટે બીજો મેડલ (બ્રૉન્ઝ) દીપકકુમાર અને મેહુલી ઘોષે જીત્યો હતો. આ મેડલ તેમણે ૧૦ મીટર રાઇફલ ઇવેન્ટમાં જીત્યો હતો. મનુ ભાકરને તો બૉક્સિંગ વધુ ગમતું હતું, પરંતુ પોતાની મમ્મીના કહેવાથી તેણે આ રમત છોડી દીધી હતી. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તેણે પોતાનું ભણવાનું પણ થોડા સમય માટે છોડવું પડ્યું છે. હરિયાણાના ઝાઝરમાં રહેનારી મનુ ભાકર આવતા મહિને ગોલ્ડ કોસ્ટમાં યોજાનારી કૉમનવેલ્થ ગેમ્સમાં હવે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ભારતીય ખેલાડીઓના આ પ્રદર્શનને કારણે હવે ભારત મેડલ ટૅલીમાં ત્રણ ગોલ્ડ અને ચાર બ્રૉન્ઝ સહિત કુલ સાત મેડલ મેળવીને ટોચ પર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK