પાકિસ્તાનને ૭-૧થી કચડી ભારતીય હોકી ટીમે ક્રિકેટનો બદલો લીધો

હૉકી વર્લ્ડ લીગની સેમી ફાઇનલ્સમાં ભારતની સતત ત્રીજી જીત

hockey India



લંડનમાં રમાયેલી હૉકી વર્લ્ડ લીગ સેમી ફાઇનલ્સ ટુર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને ૭-૧થી હરાવ્યું હતું. લંડનના ઓવલમાં ભારતીય ક્રિકેટ-ટીમ ભલે પાકિસ્તાન સામે દબાણમાં આવી ગઈ હોય, પરંતુ લંડનમાં ઓવલથી માત્ર અડધો કલાક દૂર આવેલા લી-વેલી હૉકી ઍન્ડ ટેનિસ સેન્ટર પર હાલત બિલકુલ અલગ હતી. હૉકીના મેદાનમાં ભારતીય ટીમ પાકિસ્તાન પર સંપૂર્ણપણે હાવી રહી હતી.

મૅચનું પહેલું ક્વૉર્ટર પૂરું થાય એ પહેલાં ૧૩મી મિનિટે જ જુનિયર વર્લ્ડ કપના હીરો હરમનપ્રીત સિંહે પેનલ્ટી કૉર્નરથી ગોલ કરીને ભારતીય ટીમને લીડ અપાવી હતી. હાફ ટાઇમ સુધી ભારત ૩-૦ની લીડ સાથે પાકિસ્તાન પર હાવી રહ્યું હતું. સેકન્ડ હાફમાં પણ ભારતનો દબદબો રહ્યો હતો અને એણે વધુ ત્રણ ગોલ કર્યા હતા. મૅચ પૂરી થઈ એની ત્રણ મિનિટ પહેલાં પાકિસ્તાને એક ગોલ કર્યો હતો અને ગોલના અંતરને ૬-૧નું કર્યું હતું. જોકે એની એક મિનિટ બાદ આકાશદીપે ગોલ કરીને એનો બદલો લઈ લીધો હતો.

ટુર્નામેન્ટમાં ભારતે આ પહેલાં સ્કૉટલૅન્ડને ૪-૧થી અને કૅનેડાને ૩-૦થી હરાવ્યું હતું. ભારતની ટુર્નામેન્ટમાં આ સતત ત્રીજી જીત અને પાકિસ્તાનની ત્રીજી હાર છે. છેલ્લી મૅચમાં ભારતની ટક્કર ૨૦ જૂને હૉલૅન્ડ સામે થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy