હૉકીમાં પાકિસ્તાન સામે ભારતની જીતની હૅટ-ટ્રિક

ગઈ કાલે એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને ૩-૧થી હરાવ્યું અને એ પહેલાં આ વર્ષે લંડનમાં હૉકી વર્લ્ડ લીગ સેમી ફાઇનલ્સ ટુર્નામેન્ટની બે મૅચોમાં આપી હતી માત : બન્ને ટીમો સુપર-૪ સ્ટેજ માટે થઈ ક્વૉલિફાય

hockey

ઢાકામાં ગઈ કાલે રમાયેલી ૧૦મી મેન્સ હૉકી કપ ટુર્નામેન્ટની લીગ મૅચમાં ભારતે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને ૩-૧થી હરાવ્યું હતું. એ પહેલાં ભારતે જપાનને ૫-૧થી તો બંગલા દેશને ૭-૦થી હરાવ્યું હતું. પાકિસ્તાન સામેની મૅચ સહેલી નહોતી છતાં ભારતે તમામ મૅચોમાં વિજયનો રેકૉર્ડ જાળવી રાખ્યો હતો. ભારત છેલ્લા ક્વૉર્ટર સુધી ૩-૦થી આગળ હતું. પાકિસ્તાને ગોલ માટે અનેક પ્રયત્ન કર્યા હતા, પરંતુ છેલ્લે ભારત ચડિયાતું સાબિત થયું હતું.

ભારતે આ વર્ષે લંડનમાં રમાયેલી હૉકી વર્લ્ડ લીગ સેમી ફાઇનલ્સ ટુર્નામેન્ટમાં બે મૅચોમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ગઈ કાલની મૅચમાં ચિંગ્લેનસાના સિંહ, રમનદીપ સિંહ અને હરમનપ્રીત સિંહે ભારત વતી તો અલી શાહે પાકિસ્તાન વતી ગોલ કર્યા હતા. આ વિજયને કારણે ભારતને મળેલા ૯ પૉઇન્ટને કારણે એ પ્રથમ ક્રમાંકે અને પાકિસ્તાન ચાર પૉઇન્ટને કારણે બીજો ક્રમાંક મેળવવામાં સફળ થયું હતું. ભારત અને પાકિસ્તાન રાઉન્ડ-રૉબિન સુપર-૪ સ્ટેજ ટુર્નામેન્ટમાં પોતાનું સ્થાન મેળવવામાં સફળ થયું હતું. જપાને યજમાન બંગલા દેશને ૩-૧થી હરાવ્યું હતું, પરંતુ એની અને પાકિસ્તાન વચ્ચે ગોલના ફરકને કારણે એ સુપર-૪ સ્ટેજમાં પહોંચી શક્યું નહોતું. અન્ય ગ્રુપમાંથી મલેશિયા અને કોરિયા પણ સુપર-૪ સ્ટેજ માટે ક્વૉલિફાય થયાં છે.

બૉલ માટે સંઘર્ષ : ગઈ કાલે ઢાકામાં રમાયેલી મૅચ દરમ્યાન ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK