છેલ્લી મિનિટે કરેલા ગોલે ભારતને બચાવ્યું

એશિયા કપ હૉકીમાં સાઉથ કોરિયા સામેની મૅચ ૧-૧થી ડ્રૉ, મલેશિયાએ પાકિસ્તાનને સુપર-૪ની મૅચમાં ૩-૨થી હરાવ્યું

hockey

ઢાકામાં રમાતી દસમી એશિયા કપ હૉકીમાં ગઈ કાલે ગુર્જન્ત સિંહે છેલ્લી મિનિટે ગોલ કરીને ભારતીય ટીમને હારથી બચાવી લીધી હતી. સુપર-૪ સ્ટેજની આ મૅચ ૧-૧થી ડ્રૉ રહી હતી. સાઉથ કોરિયાના કૅપ્ટનને શાનદાર ડિફેન્સ માટે મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં એક પણ મૅચ ન હારેલી ભારતીય ટીમ સાઉથ કોરિયા સામે જીતી શકી નહોતી. સમગ્ર મૅચમાં ભલે ભારતનો જ દબદબો રહ્યો હતો, ગોલ કરવાની પણ અનેક તકો મળી હતી, છતાં કોરિયાના ડિફેન્સને ભેદી શકાયું નહોતું.

શરૂઆતમાં બે ક્વૉર્ટરમાં કોઈ પણ ગોલ કરી શક્યું નહોતું. એકતાલીસમી મિનિટે કોરિયાના ખેલાડી જુંગ જુન લીએ ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી તો સાઇઠમી મિનિટે ગુર્જન્ત સિંહે ગોલ કરીને વળતો પ્રહાર કર્યો હતો. પહેલા ક્વૉર્ટરમાં આકાશદીપને તક મળી હતી, પરંતુ તે સફળ નહોતો થઈ શક્યો. પહેલા ક્વૉર્ટરના અંતે ભારતને પેનલ્ટી કૉર્નર મળ્યો હતો, પરંતુ ગોલ કરવામાં ટીમ સફળ થઈ નહોતી. બીજા ક્વૉર્ટરમાં બન્ને ટીમ વચ્ચે ભારે સ્પર્ધા જોવા મળી હતી. કોરિયાના ડિફેન્સે ભારતને કોઈ પણ તક નહોતી આપી. ત્રીજા ક્વૉર્ટરમાં ભારતને આંચકો આપતાં જુંગ જુન લીએ ગોલ કરતાં ભારતીય ટીમને આંચકો આપ્યો હતો.

ચોથા ક્વૉર્ટરમાં ભારતે હુમલો કર્યો હતો, પરંતુ સફળ થયું નહોતું. મૅચ પૂરી થવાની ચાર મિનિટ પહેલાં ભારતે ગોલકીપર સૂરજ કરકેરાને હટાવી વધારાનો ખેલાડી લીધો હતો. ભારતને આ જુગાર ફળ્યો હતો. ગુર્જન્ત સિંહ ગોલ કર્યો હતો. ભારત આજે મલેશિયા સામે ગ્રુપ-સ્ટેજની પોતાની બીજી મૅચ રમશે. મલેશિયાએ પોતાની મૅચમાં પાકિસ્તાનને ૩-૨થી હરાવી દીધું હતું. આïવતી કાલે ભારત પોતાની છેલ્લી ગ્રુપ-મૅચ પાકિસ્તાન સામે રમશે. ટુર્નામેન્ટના નિયમ મુજબ સુપર-૪ ગ્રુપની ટોચમાં રહેલી બે ટીમો વચ્ચે રવિવારે ફાઇનલ રમાશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK