વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડ જીતવા મીરાબાઈ ચાનુએ મોટી બહેનનાં લગ્નમાં પણ નહોતો લીધો ભાગ

બાવીસમીએ હતાં મૅરેજ, પરંતુ મણિપુરની વેઇટલિફ્ટર ૧૨મીએ જ પરિવારની નારાજગી છતાં તૈયારી માટે કૅલિફોર્નિયા જતી રહી

chanu


અમેરિકાના ઍનહાઇમમાં ચાલી રહેલી વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ગુરુવારે ગોલ્ડ મેડલ જીતનારી સૈખોમ મીરાબાઈ ચાનુએ આ સિદ્ધિ માટે ઘણો મોટો ત્યાગ આપવો પડ્યો હતો. તે ૨૨ નવેમ્બરે પોતાની મોટી બહેનનાં લગ્નમાં ભાગ નહોતી લઈ શકી. તેણે પોતાની જીત બહેનને સમર્પિત કરતાં આને તેની લગ્નની ભેટ ગણાવી હતી. મણિપુરની ૨૩ વર્ષની વેઇટલિફ્ટરે કુલ ૧૯૪ કિલોગ્રામ વજન ઊંચકીને ગોલ્ડ મેડલ જીતવા ઉપરાંત નવો નૅશનલ રેકૉર્ડ પણ બનાવ્યો હતો. આ સિદ્ધિ મેળવનાર તે બીજી ભારતીય વેઇટલિફ્ટર છે. બાવીસ વર્ષ પહેલાં કર્ણમ મલ્લેશ્વરી ભારતની પહેલી વર્લ્ડ ચૅમ્પિયન બની હતી.

પોતાની બહેનનાં લગ્ન વિશે વાત કરતાં મીરાબાઈએ કહ્યું હતું કે ‘મારી બહેન શાયાની આ સૌથી સારી ભેટ છે જે હું તેને આપી શકી છું. વર્લ્ડ ચૅમ્પિયનશિપને કારણે ૨૨ નવેમ્બર મણિપુરમાં તેનાં લગ્નમાં હું હાજર નહોતી રહી શકી. હું રિયો ઑલિમ્પિક્સની ખરાબ યાદોને ભુલાવવા માગતી હતી અને તૈયારી માટે ૧૨ નવેમ્બરે જ કૅલિફોર્નિયા આવી ગઈ હતી. મારા આ નિર્ણયથી ઘરના તમામ લોકો નારાજ હતા. હું તેમની નારાજગી સમજી શકતી હતી, પરંતુ મેં મારા પેરન્ટ્સને કહ્યું હતું કે હું વિજેતા બનીને પાછી ફરીશ અને મારી પ્રિય બહેનને સોનું ગિફ્ટ કરીશ. મેં મારો વાયદો પૂરો કર્યો હતો. મારી મમ્મીએ મને ફોન કર્યો અને કહ્યું કે અમને બધાને તારી સિદ્ધિ પર ગર્વ છે અને આખું ગામ તારા સ્વાગત માટે તૈયાર છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK