F1ની પરેડમાં દોડશે ગાંધી કાર

નવી દિલ્હી: રવિવારે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં યોજાનારી વિશ્વની સૌથી મોટી F1 કાર-રેસિંગ પહેલાંની શુક્રવારની પરેડમાં ૧૯૨૦થી ૧૯૭૦ દરમ્યાન બનેલી અનેક વિન્ટેજ કાર પણ દોડતી જોવા મળશે અને આ તમામ દુર્લભ કારમાં એક હશે ગાંધી કાર. ઇન્ડિયન ગ્રાં પ્રિ તરીકે ઓળખાતી આ સ્પર્ધાની પરેડમાં જોવા મળનારી સ્ટૂડબેકર કમાન્ડર નામની આ કાર ૧૯૩૦માં બની હતી અને મહાત્મા ગાંધીને એમાં બેસાડીને દિલ્હીમાં બિરલા મંદિર પાછળના એક વિસ્તારમાંથી દરિયાગંજ તરીકે જાણીતા જૂના દિલ્હીના વિસ્તારના એક ઘર સુધી લઈ જવામાં આવ્યા હતા.

વિવિધ દુર્લભ કાર ખરીદીને એ પોતાના ગૅરેજોમાં સાચવતા અવિની અંબુજ શંકરે ગાંધી કાર તરીકે ઓળખાતી આ મોટર પોતે ચલાવવાનું નક્કી કર્યું છે. ફેરારી કારનો સ્પેનિશ ડ્રાઇવર ફર્નાન્ડો અલૉન્ઝો આ ગાંધી કારમાં બેસશે.

 

ભારતીય ડ્રાઇવર ચંડોકને નિરાશા ફૉમ્યુર્લા વન કાર-રેસની ટીમ લૉટસે રવિવારની મેઇન રેસ માટેના પોતાના ડ્રાઇવરોની ટીમમાંથી કરુણ ચંડોક નામના ભારતીય ડ્રાઇવરની ગઈ કાલે બાદબાકી કરી નાખી હતી. આ નિર્ણયથી ચંડોક ગઈ કાલે ખૂબ નિરાશ હતો.

 

F1 એટલે પૈસાનો બગાડ : પી. ટી. ઉષા

 

દેશના બધા સ્પોર્ટ્સપર્સન્સે ભારતમાં ઇન્ડિયન ગ્રાં પ્રિ નામની F1 કાર-રેસિંગના થયેલા આયોજનને ખૂબ બિરદાવ્યું છે ત્યાં ગઈ કાલે ભારતની ભૂતપૂર્વ રનર પી. ટી. ઉષાએ જણાવ્યું હતું કે ‘ઇન્ડિયન ગ્રાં પ્રિનું આયોજન એટલે કરોડો રૂપિયાનો વેડફાટ. દેશના ૯૯ ટકા લોકોને આ હાઇ-ફાઇ બિઝનેસ સાથે કંઈ જ લેવાદેવા નથી. પહેલાં T20 ક્રિકેટે ભારતીય સ્પોર્ટ્સને બગાડી નાખ્યું અને હવે બીજા અવતારમાં F1 કાર-રેસિંગનું આગમન થયું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK