ટીમને મળશે દેશનું સૌથી મોટું સન્માન

પૅરિસમાં સોમવારે ત્રણ લાખથી વધુ સમર્થકોએ ફ્રાન્સની વિજેતા ટીમની વિક્ટરી પરેડમાં આપી હાજરી

football

સોમવારે સ્વદેશ પરત ફરેલી ફ્રાન્સની ટીમનું પૅરિસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અંદાજે ત્રણ લાખ કરતાં વધુ લોકો વર્લ્ડ કપની ફાઇનલમાં ક્રોએશિયાને ૪-૨થી હરાવીને ચૅમ્પિયન થયેલી ટીમની વિક્ટરી પરેડમાં જોડાયા હતા. ફ્રાન્સના ઍરફોર્સે પણ રાષ્ટ્રધ્વજના રંગવાળો ધુમાડો છોડીને ટીમનું સન્માન કર્યું હતું. જાહેર સન્માન સમારંભ બાદ સમગ્ર ટીમને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુએલ મૅક્રોને એલીસે પૅલેસમાં બોલાવી હતી. ફુટબૉલની ટીમના તમામ ખેલાડીઓને દેશનું સૌથી મોટુ સન્માન લીજિયોન ધ ઑનર આપવાની ઘોષણા કરવામાં આવી હતી. ૧૯૯૮માં વર્લ્ડ કપ જીતનારી ટીમને પણ આ અવૉર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.

આ પ્રસંગે એલીસે ગાર્ડનમાં અંદાજે ૩૦૦૦ જેટલા મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા જેમાં સ્થાનિક ક્લબો તરફથી રમતાં ૧૦૦૦ બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘણાં બાળકોને સોનાની ટ્રોફીને સ્પર્શ કરવાની તક પણ મળી હતી. આ પ્રસંગે ટીમના ૧૯ વર્ષના સ્ટાર ખેલાડી કાયલિયન એમબાપેએ કહ્યું હતું કે ‘મને જે કામ સોંપવામાં આવ્યું હતું એ મેં પૂરું કર્યું છે. ફ્રાન્સવાસીઓને મેં ખુશ કર્યા એના પર મને ગર્વ છે.’ બે દિવસ દેશભરમાં ચાલેલી આ ઉજવણી દરમ્યાન કોઈ મોટો અણબનાવ ન બનતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. કારણે ૨૦૧૫ બાદ ફ્રાન્સમાં વિવિધ આતંકવાદી ઘટનાઓમાં કુલ ૨૫૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK