વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ભિવષ્યને લઈને રોનાલ્ડો મૌન

ચોથી વખત વર્લ્ડ કપમાંથી ખાલી હાથે પાછો ફર્યો રિયલ મેડ્રિડનો સ્ટાર


ક્રિસ્ટિઆનો રોનાલ્ડોના નેતૃત્વવાળી પોટુર્ગલની ટીમ ઉરુગ્વે સામે ૧-૨થી હારી જતાં ફુટબૉલ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે છતાં રોનાલ્ડોએ પોતાના આંતરરાષ્ટ્રીય ભવિષ્ય મામલે કોઈ પણ ટિપ્પણી કરવાની ના પાડી હતી. એડિનસન કવાનીના બે ગોલને કારણે ઉરુગ્વેએ રવિવારે રાત્રે વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે જેને કારણે રિયલ મેડ્રિડના સ્ટાર ખેલાડી રોનાલ્ડોએ ચોથી વખત વર્લ્ડ કપમાંથી ખાલી હાથે પાછા ફરવું પડ્યું છે.

આવતા વર્લ્ડ કપ સુધી રોનાલ્ડો ૩૭ વર્ષનો થઈ જશે. જોકે તેણે એ વાત જાહેર કરી નહોતી કે તેની પોતાના આંતરરાષ્ટ્રીય કરીઅરને આગળ વધારવાની યોજના છે કે નહીં. રોનાલ્ડોએ કહ્યું હતું કે ‘હાલમાં યોગ્ય સમય નથી કે ખેલાડીઓ અને કોચને ભવિષ્ય વિશે વાત કરવામાં આવે. યુરોપિયન ચૅમ્પિયન પોટુર્ગલ આત્મવિશ્વાસ સાથે ભવિષ્યમાં આગળ વધી શકે છે. અમારી પાસે સારી ટીમ છે એથી મને લાગે છે કે ટીમ મજબૂત રહેશે.’

રોનાલ્ડોએ આ વર્લ્ડ કપમાં ચાર ગોલ કર્યા હતા જે વર્તમાન ટુર્નામેન્ટમાં ટોચ પર ચાલી રહેલા ઇંગ્લૅન્ડના હૈર કેનના પાંચ ગોલ કરતાં એક ઓછો છે. દરમ્યાન પોટુર્ગલના કોચે કહ્યું હતું કે રોનાલ્ડો આંતરરાષ્ટ્રીય ટીમમાં રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK