વિદેશી પુરુષો સાથે શરીરસંબંધ ન બાંધે રશિયન મહિલાઓ

૧૯૮૦ની ઑલિમ્પિક ગૅમ્સ વખતે આવા સંબંધોને કારણે જન્મેલાં બાળકોને ઑલિમ્પિક ચિલ્ડ્રન તરીકે ઓળખવામાં આવે છે : તેમની સાથે ભેદભાવ થાય છે

russian

હાલમાં રશિયામાં ફુટબૉલ વર્લ્ડ કપનું આયોજન થયું છે. દુનિયાભરમાંથી ફુટબૉલ પ્રશંસકો રશિયા પહોંચ્યા છે. દરમ્યાન રશિયાની એક મહિલા સાંસદે મહિલાઓને એવી સલાહ આપી છે કે તેઓ નૉન-વાઇટ લોકો સાથે સેક્સ ન કરે. આવી સલાહ તેણે એક સવાલના જવાબમાં આપી હતી જેમાં ૧૯૮૦ મૉસ્કો ગેમ્સ અને ઑલિમ્પિક ચિલ્ડ્રનને લઈને સવાલો પુછાયા હતા. ૧૯૮૦માં રશિયામાં ગર્ભનિરોધકને લઈને બહુ જ ઓછી જાગૃતિ હતી. ઑલિમ્પિક ચિલ્ડ્રન આ શબ્દ એવાં બાળકો માટે ઉપયોગમાં લેવાય છે જેમનો જન્મ મૉસ્કો ગૅમ્સના કારણે સ્થાનિક મહિલાઓ અને આફ્રિકા, લેટિન અમેરિકા અને એશિયાના અન્ય દેશોમાંથી આવેલા પુરુષોની સાથેના સંબંધોને કારણે થયાં હતાં. આવાં બાળકોને રશિયામાં ઘણા ભેદભાવનો સામનો કરવો પડે છે. સોવિયત સંઘના પતન બાદ પણ આ બાળકોની ત્યાર બાદની પેઢીઓને પણ ભેદભાવમાંથી પસાર થવું પડે છે.

આવી જ પરિસ્થિતિને જોતાં રશિયાની મહિલા સાંસદ અને પરિવાર, મહિલા અને બાળકો માટે બનેલી સંસદની સમિતિનાં અધ્યક્ષા તમારા પ્લટન્યોવાએ રશિયાની મહિલાઓને વર્લ્ડ કપ દરમ્યાન બહારથી આવેલી વ્યક્તિઓથી દૂર રહેવા અને તેમની સાથે શારીરિક અંતર જાળવી રાખવાની સલાહ આપી હતી. તેણે કહ્યું હતું કે ‘આપણે માત્ર રશિયાનાં માતા-પિતાનાં બાળકોને જ જન્મ આપવો જોઈએ. મિક્સ્ડ બ્રિડનાં બાળકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં બનનારા સંબંધોથી મહિલાઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રશિયાની મહિલાઓ વિદેશીઓ સાથે લગ્ન કરે તો પણ એનો અંત ખરાબ જ હોય છે. મહિલાઓને વિદેશમાં એકલી મૂકી દેવામાં આવે છે અથવા તો પુરુષ મહિલા અને બાળકોને અહીં જ મૂકી પોતાના દેશમાં પરત ફરી જાય છે. આવી સ્થિતિ પેદા ન થાય એ માટે મહિલાઓએ ફુટબૉલ વર્લ્ડ કપમાં વિદેશી પુરુષોની સાથે સેક્સથી બચવું જોઈએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK