વર્લ્ડ કપ દરમ્યાન લોકોને કાર ન વાપરવાની મૉસ્કોના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે કરી વિનંતી

ઓપનિંગ સેરેમની તેમ જ મોટી સંખ્યામાં ૩૨ દેશોના ફુટબૉલ પ્રશંસકો શહેરમાં આવી રહ્યા હોવાથી કેટલાક મહત્વના રોડ પર સામાન્ય ટ્રાફિકને રોકવામાં આïવશે

football1

ગુરુવારે રમાનારી વર્લ્ડ કપની ઓપનિંગ મૅચ દરમ્યાન શહેરમાં ટ્રાફિક જૅમ ન થાય એ માટે મૉસ્કો શહેરના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે લોકોને પોતાની કારનો ઉપયોગ ન કરવા વિનંતી કરી છે. એક મહિના સુધી ચાલનારા વર્લ્ડ કપ દરમ્યાન હજારોની સંખ્યામાં પ્રવાસીઓ રશિયાની રાજધાની મૉસ્કોમાં આવી રહ્યા છે. આ વર્લ્ડ કપમાં ભાગ લેનારા ૩૨ દેશોની ટીમના પ્રશંસકો પણ મૉસ્કો તેમ જ એની આસપાસના વિસ્તારોમાં જ રોકાવાના હોવાથી ૧.૨ કરોડની વસ્તી ધરાવતા મૉસ્કો શહેરમાં ભારે ટ્રાફિક જૅમની સમસ્યા ઊભી થવાની છે.

મૉસ્કો શહેરના અધિકારીઓએ અગાઉ એવું જણાવ્યું હતું કે તેમણે શહેર પર કોઈ પ્રતિકૂળ અસર ન થાય એ માટે પૂરતી તૈયારીઓ કરી લીધી છે, પરંતુ ગઈ કાલે તેમણે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવ્યો હતો. શહેરના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે ઓપનિંગ સેરેમનીમાં મહાનુભાવો શહેરમાં આવી રહ્યા હોવાથી તેઓ મૉસ્કોના કેટલાક મહત્વના રોડને સામાન્ય લોકોના ટ્રાફિક માટે બંધ કરશે. મૉસ્કો શહેરમાં આવેલાં ચાર ઍરપોર્ટ પરથી ફિફાના અધિકારીઓ તેમ જ ફૅન્સ આવનારા હોવાથી તેમને સરળતા રહે એ માટે શહેરની ટ્રાફિક પોલીસ અમુક સમય માટે ટ્રાફિકને રોકી રાખશે.

શહેરના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ કહ્યું હતું કે ‘અમે શહેરના લોકોને નમþ વિનંતી કરીએ છીએ કે આગામી થોડા દિવસો માટે પોતાની કાર ઘરે મૂકીને સિટી ટ્રાન્સપોર્ટને ઉપયોગ કરે જેથી તમારો પ્રવાસ વધુ સરળ બનશે.’ મૉસ્કો શહેરમાં જ્યારે રાષ્ટ્રપતિ પુતિનનો કાફલો પસાર થાય છે ત્યારે પણ શહેરના ટ્રાફિકને રોકવામાં આવે છે.

football

ચમકારા

વર્લ્ડ કપમાં રમનારી દરેક ટીમને તૈયારી માટે મYયા હતા ૧૦ કરોડ રૂપિયા

ફિફાએ ક્લબ બેનિફિટ કાર્યક્રમ મુજબ ખેલાડીઓને વર્લ્ડ કપ માટે ક્લબમાંથી રિલીઝ કરાવવા માટે સભ્ય દેશોને ૨૦.૯ કરોડ ડૉલર એટલે કે અંદાજે ૧૪૦૨ કરોડ રૂપિયા આપ્યા છે.

જો વર્લ્ડ કપ દરમ્યાન કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય અને તે કોઈ ક્લબ સાથે સંકળાયેલો હોય તો એવી પરિસ્થિતિમાં ક્લબને થનારા નુકસાનની ભરપાઈ કરવા માટે ફિફાએ ૧૩.૪ કરોડ ડૉલર એટલે કે ૯૦૦ કરોડ રૂપિયાનું અલગ બજેટ રાખ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK