બેલ્જિયમ સામે નેમારને રોકવાનો પડકાર

છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીતવાનું સપનું લઈને ક્વૉર્ટર ફાઇનલમાં ઊતરશે બ્રાઝિલ

neymar

એકવીસમા ફુટબૉલ વર્લ્ડ કપમાં અપસેટો વચ્ચે બેલ્જિયમ અને પાંચ વખતની ચૅમ્પિયન બ્રાઝિલ આજે સેમી ફાઇનલમાં પહોંચવા માટે મેદાનમાં ઊતરશે. બેલ્જિયમે ગ્રુપ રાઉન્ડની ત્રણે મૅચ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશ ક્ર્યો હતો જ્યાં એણે બે ગોલથી પાછળ રહ્યા બાદ ગજબની હિંમત બતાવતાં જપાનને ૩-૨થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. બેલ્જિયમ જો બ્રાઝિલને હરાવે તો ટુર્નામેન્ટના ઇતિહાસમાં એ બીજી વખત સેમી ફાઇનલમાં પહોંચશે. બેલ્જિયમ પહેલી વખત ૧૯૮૬માં મેક્સિકોમાં યોજાયેલા વર્લ્ડ કપમાં સેમી ફાઇનલમાં પહોંચ્યું હતું જેમાં આર્જેન્ટિનાએ એને ૦-૨થી હરાવ્યું હતું. ૨૦૦૨ના વર્લ્ડ કપમાં બ્રાઝિલે બેલ્જિયમને ૨-૦થી હરાવીને ટુર્નામેન્ટની બહાર કર્યું હોવાથી બેલ્જિયમ પર આ મૅચમાં મનોવૈજ્ઞાનિક દબાણ હશે જેમાંથી એ બહાર આવવા માગશે. બેલ્જિયમે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં જે રીતે જપાનને બે ગોલથી પાછળ રહ્યા બાદ હરાવ્યું એ આર્જનક હતું. બેલ્જિયમે આ પ્રદર્શનથી દેખાડી દીધું છે કે એ નેમાર ઍન્ડ કંપનીને જબરદસ્ત ટક્કર આપવા તૈયાર છે. બીજી તરફ, બ્રાઝિલ પણ ગ્રુપ રાઉન્ડમાં સાત પૉઇન્ટ્સ સાથે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યું હતું અને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશવા માટે એણે મેક્સિકોને સહેલાઈથી ૨-૦થી હરાવ્યું હતું. વળી આ મૅચમાં બ્રાઝિલના સ્ટાર ખેલાડી નેમારે પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરતાં તમામને જણાવી દીધું હતું કે તે પોતાની ઈજાની સમસ્યાને ભુલાવી ચૂક્યો છે. હવે જોવાનું એ છે કે બેલ્જિયમની ટીમ કઈ રીતે નેમારના આક્રમણને રોકી શકે છે.

વર્લ્ડ કપની ભવિષ્યવાણી કરનારી બિલાડીનું મૃત્યુ


ફિફા વર્લ્ડ કપની છ મૅચોમાં સચોટ ભવિષ્યવાણી કરવાવાળી નારંગી રંગની બિલાડીનું સોમવારે  બીમારીને કારણે મૃત્યુ થયું હોવાથી ચીનમાં સોશ્યલ મીડિયામાં નિરાશા છવાઈ ગઈ હતી. ભવિષ્યવાણી માટે એની સામે બે બાઉલ રાખવામાં આવતા હતા જેની પાછળ બે ટીમના ધ્વજ રાખવામાં આવતા હતા. આર્જેન્ટિના અને નાઇજીરિયા વચ્ચેની મૅચમાં તેણે છેલ્લી વખત ભવિષ્યવાણી કરી હતી. એ ચીનમાં ઘણી લોકપ્રિય થઈ ગઈ હતી.

Comments (1)Add Comment
...
written by anorexia symptoms, July 12, 2018
The Belgian team won three rounds of the group round and won the second round, anorexia symptoms where they went after two goals, giving a tough fight.
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK