સ્ટાર ખેલાડીઓ વિનાના ઇંગ્લૅન્ડ સામે આજે ક્રોએશિયાનો પડકાર

આર્જેન્ટિના જેવી મજબૂત ટીમને હરાવનાર ક્રોએશિયાને વર્લ્ડ કપ ટાઇટલની પ્રબળ દાવેદાર ગણવામાં આવે છે તો ઇંગ્લૅન્ડની યુવા ટીમે સેમી ફાઇનલમાં પહોંચીને તમામને ચોંકાવ્યા છે

football

પોતાના અભૂતપૂર્વ પ્રદર્શનથી તમામને આર્યચકિત કરનારી ઇંગ્લૅન્ડની ટીમ ૨૮ વર્ષ બાદ પહેલી વખત ફુટબૉલ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ઊતરશે તો તેણે પોતાની લાગણીઓને કાબૂમાં રાખીને જાયન્ટ કિલર ક્રોએશિયાના પડકારનો સફળતાપૂર્વક સામનો કરવો પડશે. રશિયામાં પોતાની ટીમના પ્રદર્શનને જોઈને સમગ્ર ઇંગ્લૅન્ડમાં ઉત્સવ જેવો માહોલ છે. કોચ ગૅરેથ સાઉથગૅટની ટીમે દેશવાસીઓનું દિલ જીતી લીધું છે, પરંતુ કોચે ખેલાડીઓને વધુ પડતા આત્મવિશ્વાસમાં ન રહેવાની ચેતવણી આપી છે. ઇંગ્લૅન્ડની ટીમ પાસે એક પણ સ્ટાર ખેલાડી નથી. તે એક યુવા ટીમ છે જે જીતવા માટે ભારે ઉત્સુક છે.

ઇંગ્લૅન્ડ છેલ્લે ૧૯૯૦માં વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં રમ્યું હતું તો તેણે એકમાત્ર વર્લ્ડ કપ ૧૯૯૬માં જીત્યો હતો. ક્વૉર્ટર ફાઇનલમાં ઇંગ્લૅન્ડે સ્વીડનને ૨-૦થી હરાવીને સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. હવે એની ટક્કર ક્રોએશિયાની ટીમ સામે છે જેને ટાઇટલની પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહી છે. તેણે ગ્રુપ ચરણમાં આર્જેન્ટિનાને હરાવ્યું હતું. તેની પાસે રિયલ મેડ્રિડ ટીમ તરફથી રમતા લુકા મોડરિચ અને બાર્સિલોનાના ઇવાન જેવા મજબૂત ખેલાડી છે.

રિયલ મેડ્રિડને છોડી યુવેન્તસ સાથે જોડાયો રોનાલ્ડો

સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડે પોતાના ફુટબૉલ ખેલાડી ક્રિસ્ટિઆનો રોનાલ્ડોએ ઇટાલિયન ક્લબ યુવેન્તસ સાથે જોડાવા માટે કરેલી અરજીને સ્વીકારી લીધી છે. રિયલ મેડ્રિડે રોનાલ્ડોએ ક્લબને આપેલી સર્વિસ બદલ તેનો આભાર પણ માન્યો હતો તેમ જ પોટુર્ગલના આ ખેલાડીને વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી ગણાવ્યો હતો. રિયલ મેડ્રિડે કહ્યું હતું કે ‘તેની વિનંતી અને ઇચ્છાને માન આપી તેના યુવેન્તસ સાથેના ટ્રાન્સફરને મંજૂરી આપી છે. ટ્રાન્સફર માટે ૧૦૫ મિલ્યન યુરો એટલે કે ૧૨૩.૨૫ મિલ્યન ડૉલર એટલે કે અંદાજે ૮.૪૬ અબજ રૂપિયાનો કરાર થયો હતો.

Comments (1)Add Comment
...
written by cheap pure essay writers, July 12, 2018
The coach of the team has won the hearts of compatriots, cheap pure essay writers but the expert warned the players that they are not too confident in themselves and this can bring many problems in the game.
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK