અન્ડર-૧૭ ફુટબૉલ વર્લ્ડ કપમાં તમામ ખેલાડીઓ એકવીસમી સદીમાં જન્મેલા

ઉંમરને લગતી ચીટિંગ નહીં કરી શકે કોઈ, MRIથી કરાશે તપાસ : પાંચ વખત ચૅમ્પિયન બનેલી નાઇજીરિયાની ટીમના તમામ ખેલાડીઓની ઉંમર વધારે હોવાનું જાહેર થતાં લેવાયો હતો નિર્ણય

india world cup


આવતી કાલથી દિલ્હીમાં અન્ડર-૧૭ ફુટબૉલ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે જેમાં માત્ર એ જ ખેલાડીઓ ભાગ લઈ શકશે જેઓ એકવીસમી સદીમાં જન્મ્યા હોય. ભૂતપૂર્વ ચૅમ્પિયન નાઇજીરિયાના ખેલાડીઓની ઉંમર સાથે થયેલાં ચેડાં બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્લ્ડ કપમાં સામેલ થનાર તમામ ખેલાડીઓની મૅગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) દ્વારા તપાસ થશે, જેમાં એ જોવામાં આવશે કોઈ ખેલાડી ૨૦૦૦ની ૧ જાન્યુઆરી પહેલાં તો નથી જન્મ્યો. આ નિર્ણય એ સમયે લેવામાં આવ્યો જ્યારે ઑગસ્ટમાં એક મહત્વની મૅચમાં પાંચ વખત આ કપ જીતનાર નાઇજીરિયાની ટીમના તમામ ખેલાડીઓની ઉંમર વધારે હતી. 

ફુટબૉલ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઉંમરની આ ચીટિંગ અન્ય દેશોમાં પણ જોવા મળી હતી. એથી આ ટુર્નામેન્ટની સત્તરમી એડિશનમાં કેટલીક સાવચેતીઓ રાખવામાં આવી છે. ફિફા વર્લ્ડ કપનું આયોજન ભારતનાં છ શહેરોમાં થઈ રહ્યું છે જેમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓનું MRI સ્કૅન કરવામાં આવશે, જેનાથી ખબર પડશે કે કોઈ ખેલાડી ૧૭ વર્ષ કરતાં વધુનો તો નથીને. નિષ્ણાતોના મતે આ સ્કૅન ૯૯ ટકા સાચું સાબિત થાય છે.

આ વર્લ્ડ કપની શરૂઆત શુક્રવારથી દિલ્હીમાં થઈ રહી છે, જેની પહેલી મૅચ બે વખતનાં ચૅમ્પિયન ઘાના અને કોલમ્બિયા વચ્ચે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં રમાશે. બીજી મૅચ ન્યુ ઝીલૅન્ડ અને ટર્કી વચ્ચે મુંબઈમાં રમશે. ભારત યજમાન હોવાથી પ્રથમ વખત આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યું છે. એની પહેલી મૅચ આવતી કાલે અમેરિકા સાથે નવી દિલ્હીમાં રમાશે. આ ટુર્નામેન્ટ નાઇજીરિયાની ગેરહાજરી અને બ્રાઝિલની ટીમ નબળી હોવાને કારણે એવું માનવામાં આવે છે કે કોઈ પણ ટીમ વિજેતા બની શકે છે. બ્રાઝિલના કોચ કાર્લોસ અમાડ્યુએ કહ્યું હતું કે સાઉથ અમેરિકાના દેશો માટે ટ્રોફી જીતવાનો ૧૪ વર્ષનો દુકાળ દૂર કરવાનું સરળ નહીં હોય. તમામ યુરોપિયન ટીમ મજબૂત છે, ભલે એ સ્પેન હોય કે ઇંગ્લૅન્ડ. વળી આ એજ-ગ્રુપમાં કોઈ પણ આફ્રિકન ટીમનો સામનો કરવો મુશ્કેલ હોય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK