આજથી અન્ડર-૧૭ ફુટબૉલ વર્લ્ડ કપનો પ્રારંભ, ભારતની પહેલી મૅચ અમેરિકા સામે

તૈયારીઓ માટે ભારતીય ટીમ પાછળ ૧૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો : ૩ વર્ષમાં ૧૮ દેશનો પ્રવાસ પણ કરવામાં આવ્યો

football team


ભારતમાં આજથી સત્તરમો અન્ડર-૧૭ ફુટબૉલ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. પહેલી વખત ભારતમાં આ ટુર્નામેન્ટ થઈ રહી છે. ૨૪ ટીમોની આ ઇવેન્ટમાં ભારત પણ પહેલા જ દિવસે સ્પર્ધામાં ઊતરશે. ભારતની પહેલી મૅચ અમેરિકા સામે છે. કોચ લુઇસ નૉર્ટન દ માટોસના માર્ગદર્શન હેઠળ ભારતીય ટીમે પોતાની તૈયારી માટે ચાર વર્ષમાં ૧૮ દેશોનો પ્રવાસ કર્યો છે જેમાં ૮૪ મૅચ રમી છે અને એમાંથી ૩૯ મૅચમાં જીત મેળવી છે.

છ શહેરોમાં થશે ટક્કર

અન્ડર-૧૭ ફુટબૉલ વર્લ્ડ કપ ૬થી ૨૮ ઑક્ટોબર સુધી ચાલશે. દરમ્યાન છ શહેરમાં કુલ બાવન મૅચ થશે. વર્લ્ડ કપની મૅચો છ મેદાનમાં રમાશે, જે પૈકી ત્રણનાં નામ ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીના નામ પર રાખવામાં આવ્યાં છે. ટુર્નામેન્ટની મૅચ વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ (કલકત્તા), જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ (નવી દિલ્હી), ડી. વાય. પાટીલ સ્ટેડિયમ (નવી મુંબઈ), ઇન્દિરા ગાંધી ઍથ્લેટિક્સ સ્ટેડિયમ (ગુવાહાટી), નેહરુ સ્ટેડિયમ (ગોવા) અને નેહરુ સ્ટેડિયમ (કોચી)માં રમાશે.

૧૪,૦૦૦ બાળકોની ટ્રાયલ

ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશનના ચીફ ઑપરેટિંગ ઑફિસર અભિષેક યાદવે કહ્યું હતું કે ૨૦૧૪ બાદ અંદાજે ૧૪ હજાર બાળકોએ ટીમ માટે ટ્રાયલ આપી છે, જે પૈકી વર્તમાન ટીમમાં ૨૧ ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે. ટીમની પસંદગીથી માંડીને એની તૈયારીમાં ૧૪ કરોડ રૂપિયા ખર્ચ થયા છે.

૫૦ NRI ખેલાડીઓની અરજી

NRI ખેલાડીઓને જોડવા માટે વેબસાઇટ પણ બનાવવામાં આવી હતી, જેમાં ૫૦ ખેલાડીઓએ અરજી કરી હતી, જે પૈકી બે ખેલાડીઓ સંદીપ દેશવાલ (અમેરિકા) અને સની ઘાલીવાલ (કૅનેડા)ને ભારતીય ટીમમાં સ્થાન મળી શક્યું છે. ભારતને વર્લ્ડ કપની યજમાની ૨૦૧૩માં મળી હતી. ત્યારથી ટીમને વૈશ્વિક સ્તરે લઈ જવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી, જે મુજબ અન્ડર-૧૪ વર્ગના ખેલાડીઓની ટ્રેઇનિંગ માટે પસંદગી કરવામાં આવતી હતી.

ભારત ટક્કર આપશે : અમેરિકાના કોચ

અમેરિકાની ટીમના કોચ જૉન હૅકવર્થે કહ્યું હતું કે ‘ભારતીય ટીમે પોતાની રમતના સ્તરને ઊંચું લાવી દીધું છે. ઘરઆંગણેની પરિસ્થિતિ અને દર્શકો વચ્ચે એ કઠિન હરીફ સાબિત થશે. ક્રિકેટ-ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ પણ કહ્યું હતું કે ‘જાઓ, જીતીને આવો યુવાનો. અમને ગર્વ અપાવો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK