US ઓપનમાં મેજર અપસેટ, ફેડરર અને શારાપોવા બહાર

ઊલટફેર : સોમવારે મૅચ દરમ્યાન રૉજર ફેડરર અને મારિયા શારાપોવા

FEDRAR



ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ખેલાડી રૉજર ફેડરર અને મારિયા શારાપોવા પોતપોતાના મુકાબલા હારીને યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટના ક્રમશ: પુરુષ અને મહિલા સિંગલ્સમાંથી બહાર થઈ ગયાં છે. પાંચ વખતનો ચૅમ્પિયન ફેડરર ન્યુ યૉર્કમાં ટુર્નામેન્ટનાં સતત ૧૦માં વર્ષે ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહ્યો. તેને વલ્ર્ડ નંબર ૫૫ ઑસ્ટ્રેલિયાના જૉન મિલમૅને ૭-૫, ૭-૬ અને ૭-૬થી હરાવ્યો હતો. ૨૦ વખતના ગ્રૅન્ડ સ્લૅમ ચૅમ્પિયન ફેડરરની અમેરિકન ઓપનની ૪૧ મૅચોમાં ટૉપ ૫૦થી બહારના ખેલાડી સામે પહેલી હાર છે. ફેડરરે તેની ભૂલોની કિંમત ચૂકવવી પડી છે. તેણે ૧૦ ડબલ ફૉલ્ટ કર્યા હતા. મહિલા સિંગલ્સમાં ૨૦૦૬ની ચૅમ્પિયન શારાપોવાને સતત બીજા વર્ષે ન્યુ યૉર્કમાં પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં સ્પેનની કાર્લા સુઆરેજ ૪-૬, ૩-૬થી હારનો સામનો કરવો પડ્યો છે. શારાપોવાએ પોતાનું છેલ્લું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ ૨૦૧૪માં જીત્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK