ઍથ્લેટિક્સમાં ભારતની ચાંદી: મોહમ્મદ અનસને રેસમાં સિલ્વર મેડલ

એશિયન ગેમ્સના આઠમા દિવસે એક પણ ગોલ્ડ નહીં, પરંતુ પાંચ સિલ્વર અને બે બ્રૉન્ઝ

anas

ઇન્ડોનેશિયામાં ચાલી રહેલા એશિયન ગેમ્સમાં ભારતને ગઈ કાલે ૪૦૦ મીટર રેસમાં મહિલાઓના વર્ગમાં હિમા દાસ, ૪૦૦ મીટર રેસમાં પુરુષ વર્ગમાં મોહમ્મદ અનસ અને ૧૦૦ મીટર મહિલા રેસમાં દુતી ચંદને સિલ્વર મેડલ મળ્યા હતા. ગઈ કાલે ઘોડેસવારીમાં બે સિલ્વર મેડલ મેળવ્યા હતા અને બ્રિજમાં બે બ્રૉન્ઝ મેડલ મેળવ્યા હતા. આમ ૭ ગોલ્ડ, ૧૦ સિલ્વર અને ૧૯ બ્રૉન્ઝ સાથે ભારતને આ ગેમ્સમાં કુલ ૩૬ મેડલ મળ્યા છે.

૧૮ વર્ષની હિમા દાસે આ વર્ષની શરૂઆતમાં ફિનલૅન્ડમાં યોજાયેલી ૧૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. ગઈ કાલે જી. બી. કે. મેન સ્ટેડિયમમાં આયોજિત ૪૦૦ મીટર મહિલા ફાઇનલ રેસમાં ૫૦.૭૯ સેકન્ડના સમય સાથે હિમા દાસ બીજા નંબરે આવી હતી. આ એશિયન રેકૉર્ડ છે. બાહરિનની સલ્વા નાસિર ૫૦.૦૯ સેકન્ડના સમય સાથે પહેલી આવી હતી અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. કઝાખિસ્તાનની એલિના મિખિના ૫૨.૬૪ સેકન્ડ સાથે ત્રીજી આવીને બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. આ રેસમાં ભારતની અન્ય ઍથ્લીટ નિર્મલા શિઓરાન ૫૨.૯૬ સેકન્ડના સમય સાથે ચોથા સ્થાને રહી હતી.

૧૫ વર્ષ પહેલાં ૨૦૦૪માં ભારતની મનજિત કૌરે આ રેસ ૫૧.૦૫ સેકન્ડમાં પૂરી કરી હતી. આમ ૫૦.૭૯ સેકન્ડ સાથે હિમા દાસે એ રેકૉર્ડ તોડ્યો છે.

મોહમ્મદ અનસે મેડલ કેરળના પૂરગ્રસ્તોને અર્પણ કર્યો

૪૦૦ મીટર પુરુષોની રેસમાં ભારતના મોહમ્મદ અનસ યાહિયાએ ૪૫.૬૯ સેકન્ડમાં પૂરી કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. કતારના અબ્દાલેહ હસને ૪૪.૮૯ સેકન્ડના સમય સાથે ગોલ્ડ અને બાહરિનના કે. અલી ખામિસે ૪૫.૭૦ સેકન્ડના સમય સાથે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. આ રેસમાં ભારતનો રાજીવ અરોકિયા ૪૫.૮૪ સેકન્ડના સમય સાથે ચોથા સ્થાને રહ્યો હતો. મોહમ્મદ અનસ યાહિયાએ તેના સિલ્વર મેડલને કેરળના પૂરગ્રસ્તોને અર્પણ કર્યો હતો. કેરળમાં તેનો પરિવાર રહે છે અને હાલમાં આવેલા પૂરમાં આખા રાજ્યમાં વિનાશ વેરાયો છે.

દુતી ચંદ ૦.૦૨ સેકન્ડ માટે ચૂકી ગોલ્ડ

એશિયન ગેમ્સમાં ૧૦૦ મીટર રેસમાં ભારતની બાવીસ વર્ષની દુતી ચંદે ૧૧.૩૨ સેકન્ડમાં દોડ પૂરી કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. દુતી ચંદે ૧૦૦ મીટરની રેસ ૧૧.૩૨ સેકન્ડમાં પૂરી કરી હતી, પણ ગોલ્ડ મેડલ મેળવનારી બાહરિનની ઓડિઓન્ગ ઈડીડોન્ગનો સમય ૧૧.૩૦ સેકન્ડ હતો. આમ માત્ર ૦.૦૨ સેકન્ડ માટે તે ગોલ્ડ મેડલ ચૂકી ગઈ હતી. જોકે બ્રૉન્ઝ મેડલ મેળવનારી ચીનની વેઇ યોન્ગલીનો સમય ૧૧.૩૩ સેકન્ડ હતો. આમ આ રેસ એકદમ ટફ રહી હતી. ૨૦ વર્ષ બાદ ભારતને આ રેસમાં મેડલ મળ્યો છે. ૧૯૯૮માં ભારતની રચિતા મિસ્ત્રીને ૧૦૦ મીટર રેસમાં બ્રૉન્ઝ મેડલ મળ્યો હતો.

દુતી ચંદને લાગે છે કે બાળકને આપ્યો જન્મ

બાવીસ વર્ષની દુતી ચંદે સિલ્વર મેડલ મેળવ્યો છે, પણ તેને લાગે છે કે લાંબા સમયના લેબરપેઇન બાદ જાણે એક બાળકને જન્મ આપ્યો હોય. ચાર વર્ષ પહેલાં તેને એશિયન ગેમ્સની ટીમમાંથી કાઢી મૂકવામાં આવી હતી. એ પછી તેણે ટીમમાં સ્થાન પાછું મેળવવા માટે કાનૂની લડાઈ લડી હતી. આ સમય દરમ્યાન પણ તે રોજ આશરે છથી આઠ કલાક માટે પ્રૅક્ટિસ કરતી હતી.

હિમા દાસે જીતનું શ્રેય આપ્યું કોચને

જકાર્તામાં ૪૦૦ મીટરની ફાઇનલ રેસમાં જીત મેળવ્યા બાદ હિમા દાસ માથા પર ગમછો પહેરેલા એક વ્યક્તિ તરફ દોડી ગઈ અને તેને હગ આપ્યું. આ વ્યક્તિ બીજી કોઈ નહીં, પણ તેનો કોચ નિપ્પોન દાસ છે. નિપ્પોને હિમાની રેર ટૅલન્ટને ઓળખીને તેને વ્યવસ્થિત ટ્રેઇન કરી હતી. હિમાએ આ વર્ષે ફિનલૅન્ડમાં

અંડર-૨૦ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો. ગમછો એ આસામનું પરંપરાગત સફેદ વસ્ત્ર છે જે રાજ્યની પ્રતિષ્ઠાનું પ્રતીક છે. જેમ ગમછો એ આસામની પરંપરાનું પ્રાઇડ છે એવી રીતે ખેડૂતની દીકરી હિમા પણ ભારત માટે ગર્વ સમાન છે. નિપ્પોને ગઈ કાલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રેસ પહેલાં તે એકદમ શાંત અને રિલૅક્સ હતી. તે દરેક ક્ષણને એન્જૉય કરનારી વ્યક્તિ છે, તે ક્યારેય પ્રેશર લેતી નથી. તેણે રેસ શરૂ થતાં પહેલાં કહ્યું હતું, ડોન્ટ વરી કોચ, આપણે આ રેસમાં મેડલ ચોક્કસ જીતીશું.’

હિમા હજી બીજા ત્રણ ઇવેન્ટમાં ભાગ લેવાની છે : ૨૦૦ મીટર, ૪૦૦ મીટર અને મિકસ્ડ રિલે, અને તે આ બધા ઇવેન્ટમાં મેડલ જીતવાની ઇચ્છા રાખે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK