ડેન્માર્ક ઓપનમાંથી સાઇના, પ્રણોય આઉટ શ્રીકાન્તે વર્લ્ડ ચૅમ્પિયનને હરાવ્યો

બૅડ્મિન્ટન ટુર્નામેન્ટ ડેન્માર્ક ઓપનમાં શુક્રવારે રાત્રે ભારતીય ટીમ માટે મિશ્ર રહ્યો હતો.

srikangt

સાનિયા નેહવાલ અને એચ. એસ. પ્રણોય સીધા સેટમાં હારીને આઉટ થઈ ગયાં હતાં, જ્યારે કિદામ્બી શ્રીકાન્તે લોકલ હીરો અને વર્લ્ડ ચૅમ્પિયન વિક્ટર ઍક્સલ્સનને હરાવીને મોટો ઊલટફેર કર્યો હતો.

રિયો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર સ્પેનની કૅરોલિના મારિનને આંચકો આપનાર સાઇનાએ ક્વૉર્ટર ફાઇનલમાં જપાનની વર્લ્ડ નંબર પાંચ ખેલાડી અકાને યામાગુચી સામે સીધા સેટમાં ૧૦-૨૧, ૧૩-૨૧થી હારીને નિરાશાજનક રીતે ટુર્નામેન્ટમાંથી વિદાય લેવી પડી હતી, જ્યારે ïપ્રણોયે ટૉપ સિડેડે અને વર્લ્ડ નંબર ટૂ કોરિયન ખેલાડી સન વૅન હો સામે બિનજરૂરી ભૂલોની ભરમાર સાથે ૧૩-૨૧, ૧૮-૨૧થી હાર જોવી પડી હતી.

શ્રીકાન્તે ઇન્ડિયન ઓપન, વર્લ્ડ ચૅમ્પિયનશિપ અને જપાન ઓપનમાં ઍક્સલ્સન સામે મળેલી હારનો બદલો લેતાં ૫૬ મિનિટ ચાલેલા મુકાબલામાં ૧૪-૨૧, ૨૨-૨૦, ૨૧-૭થી હરાવીને ડેન્માર્કવાસીઓનાં દિલ તોડી નાખ્યાં હતાં. પહેલો સેટ ગુમાવ્યા બાદ શાનદાર કમબૅક કરતાં શ્રીકાન્તે બાકીના બન્ને સેટ જીતીને વર્લ્ડ નંબર વનને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK