શૂટર હિના સિધુએ જીત્યો ગોલ્ડ મેડલ

રબ ને બના દી જોડી

hina

ગઈ કાલે ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલતી કૉમનવેલ્થ ગેમ્સની મહિલાઓની શૂટિંગની ૨૫ મીટર પિસ્ટલ ઇવેન્ટમાં ૨૮ વર્ષની હિના સિધુ ગોલ્ડ જીતી ત્યારે ત્યાં હાજર તેના કોચ તેમ જ હસબન્ડ રૌનક પંડિતને ભેટી પડી હતી. રૌનકે પણ તેને ઊંચકી લીધી હતી. જીતને કારણે ભાવુક થયેલાં પતિ-પત્નીનું આ દૃશ્ય ખરેખર જોવાલાયક હતું. હિના આ મેડલ જીતે એ માટે રૌનકે ઘણી મહેનત કરી હતી. ભારે ઘોંધાટ, જોરથી ફૂંકાતા પવન જેવા ખરાબ વાતાવરણમાં પણ રૌનકે હિનાને તાલીમ આપી હતી, જેથી ખરાબ પરિસ્થિતમાં પણ તે સારું પ્રદર્શન કરી શકે.

હિના રૌનકને ૨૦૧૨માં મળી હતી ત્યારે તેઓ એક જ શૂટિંગ-રેન્જમાં અભ્યાસ કરતાં હતાં. હિનાની ૨૦૧૨ લંડન ઑલિમ્પિક્સ માટે પસંદગી થઈ હતી ત્યારે તેને ડર હતો કે માત્ર ચાર મહિનામાં કઈ રીતે સારી રીતે તાલીમ લેશે. રૌનક પોતાની તૈયારીને ભૂલીને તેને તાલીમ આપવા માટે લાગી ગયો હતો. થોડા જ સમયમાં બન્નેને ખબર પડી ગઈ કે તેઓ એકબીજા વગર નહીં રહી શકે અને બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ત્યારથી બન્ને જીવનની દરેક હાર-જીત એકસાથે સેલિબ્રેટ કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK