બજરંગ પુનિયાને ગોલ્ડ, મૌસમ ખત્રી અને પૂજા ઢાંઢાને સિલ્વર

૬૮ કિલોગ્રામ કૅટેગરીમાં દિવ્યા કાકરાને બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો

bajrang


કૉમનવેલ્થ ગેમ્સમાં ગઈ કાલે નવમા દિવસે રેસલિંગ સ્પર્ધાના બીજા દિવસે ભારતને ચાર મેડલ મળ્યા હતા જેમાં હરિયાણાના બજરંગ પુનિયાને ગોલ્ડ, મૌસમ ખત્રી અને પૂજા ઢાંઢાને સિલ્વર મેડલ મળ્યા હતા. ૬૮ કિલોગ્રામ મહિલા કુસ્તીમાં ભારતની દિવ્યા કાકરાનને બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. તેણે ત્રીજા સ્થાન માટેની સ્પર્ધામાં બંગલા દેશની શિરીન સુલતાનાને ૪-૦થી પરાજિત કરી હતી.

બજરંગ સબ પે ભારી


૬૫ કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં ૨૪ વર્ષના બજરંગ પુનિયા તેના પ્રતિસ્પર્ધી વેલ્સના કેન ચારિગ પર ભૂખ્યા વાઘની જેમ તૂટી પડ્યો હતો અને તેને રિન્ગમાં ઇંચભર ચસકવાનો મોકો પણ નહોતો આપ્યો. ચારિગ માત્ર એક પૉઇન્ટ મેળવી શક્યો હતો. કેટલીક મિનિટોમાં બજરંગ ૧૦-૧થી આ સ્પર્ધા જીતી ગયો હતો. સેમી ફાઇનલમાં બજરંગે કૅનેડાના વિન્સેન્ટ ડી મરિનિસને ૧૦-૦થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

સિલ્વરથી ગોલ્ડની સફર

૨૦૧૪માં ગ્લાસગોમાં યોજાયેલી કૉમનવેલ્થ સ્પર્ધામાં બજરંગ પુનિયાને સિલ્વર મેડલ મળ્યો હતો અને ગઈ કાલે ગોલ્ડ મેડલ મેળવીને તેણે દેશનું નામ રોશન કર્યું હતું.

મૌસમ ખત્રીનો ફાઇનલમાં પરાજય

૯૭ કિલોગ્રામ કૅટેગરીમાં ફાઇનલમાં પહોંચેલા ભારતના મૌસમ ખત્રીનો મુકાબલો સાઉથ આફ્રિકાના માર્ટિન એરાસમસ સામે હતો. આ સ્પર્ધામાં પરાજિત થવાથી હરિયાણાના ૨૭ વર્ષના મૌસમને સિલ્વર મેડલ મળ્યો હતો. પહેલા રાઉન્ડમાં માર્ટિને ૧૨ ટેક્નિકલ પૉઇન્ટ મેળવી લીધા, પણ મૌસમને માત્ર બે પૉઇન્ટ મળ્યા હતા. મૌસમ તેના અનુભવનો પણ ઉપયોગ નહોતો કરી શક્યો.

૩૦ સેકન્ડમાં પરાજિત થઈ પૂજા

મહિલાઓમાં ૫૭ કિલોગ્રામ કૅટેગરીમાં ભારતની પૂજા ઢાંઢા ફાઇનલમાં નાઇજીરિયાની પહેલવાન ઓડુનાયો અડેકુરોયે સામે માત્ર ૩૦ સેકન્ડમાં ૫-૭થી પરાજિત થઈ હતી. આમ તેને સિલ્વર મેડલ મળ્યો હતો.

ગ્લાસગોનો રેકૉર્ડ તોડી આગળ વધતું ભારત

૨૦૧૪માં ગ્લાસગોમાં યોજાયેલા કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતને ૧૫ ગોલ્ડ મેડલ મળ્યા હતા, પણ ગઈ કાલે ભારતે ૧૭ ગોલ્ડ મેડલ મેળવીને આ રેકૉર્ડ તોડી નાખ્યો હતો. ગઈ કાલે ભારત ૧૭ ગોલ્ડ, ૧૧ સિલ્વર અને ૧૪ બ્રૉન્ઝ મેડલ સાથે ૪૨ મેડલ મેળવીને ત્રીજા સ્થાને રહ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK