કેવા દુખાવાને અવગણીને જીત્યો ગોલ્ડ

શૂટિંગની ૨૫ મીટર પિસ્ટલ ઇવેન્ટમાં ૩૮ના સ્કોર સાથે બનાવ્યો નવો રેકૉર્ડ, રવિવારે ૧૦ મીટર ઍર પિસ્ટલની ફાઇનલ દરમ્યાન હાથની પહેલી આંગળીની નસમાં થઈ હતી ગંભીર સમસ્યા

hina

ગઈ કાલે કૉમનવેલ્થ ગેમ્સમાં શૂટર હીના સિધુએ ૨૫ મીટર પિસ્ટલ ઇવેન્ટમાં ભારતને ગોલ્ડ અપાવ્યો હતો. ૨૮ વર્ષની ખેલાડીએ ૩૮નો સ્કોર કરીને કૉમનવેલ્થ ગેમ્સનો નવો રેકૉર્ડ પણ બનાવ્યો હતો. હિનાનો શૂટિંગમાં આ બીજો મેડલ છે. તેણે ૧૦ મીટર ઍર પિસ્ટલમાં સિલ્વર મેડલ જીત્યો હતો જેમાં ભારતની ૧૬ વર્ષની મનુ ભાકરે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૫ મીટર પિસ્ટલ ઇવેન્ટમાં હિનાનો આ પહેલો ગોલ્ડ છે. ફાઇનલમાં પહોંચેલી અન્ય એક ભારતીય સ્પર્ધક અનુરાજ સિંહ છઠ્ઠા ક્રમાંક પર રહી હતી.

હિના સિધુ ફાઇનલ માટેના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં ૫૭૯ સ્કોર સાથે ત્રીજા ક્રમાંક પર રહી હતી. જોકે તેના હાથની પહેલી આંગળી (ટ્રિગર ફિંગર)ની નસના દુખાવાથી કેટલાક સમયથી પરેશાન હતી. જીત બાદ તેણે કહ્યું હતું કે ‘આજે મારી પહેલી આંગળીની સમસ્યા વધુ નહોતી. મને ઝણઝણાટનો અનુભવ નહોતો થયો. ૧૦ મીટર ઍર પિસ્ટલની ફાઇનલ દરમ્યાન હું ભારે વિચિત્ર પરિસ્થિતિમાં મુકાઈ હતી. મારા હાથમાં જાણે આંગળીઓ જ ન હોય એવું મને લાગતું હતું, જે માટે મેં ફિઝિયોથેરપીની સારવાર પણ લીધી હતી. મેં મારા ફિઝિયોને કહ્યું હતું કે આજે મને સ્પર્શ ન કરશો, જેવી હાલત છે એવી જ રહેવા દો.’

હિનાનો કોચ તેમ જ હસબન્ડ અને ઇન્ડિયન શૂટિંગ ટીમનો મૅનેજર રૌનક પંડિત પણ આ સમયે તેની બાજુમાં જ ઊભો હતો. તેને જ્યારે પૂછવામાં આવ્યું કે આ સ્તરે આટલો સાતત્યભર્યો દેખાવ કઈ રીતે દેખાડી શકે છે? તો તેણે પોતાના હસબન્ડને આનો જવાબ આપવા કહ્યું. રૌનક પંડિતે કહ્યું હતું કે ‘તમે ઑલિમ્પિક્સ સ્તરે પ્રદર્શન કરતા હો કે પછી રાજ્ય સ્તરની ચૅમ્પિયનશિપમાં પ્રક્રિયા એકસરખી જ રહે છે. ઍથ્લીટ જો એને સરખી રીતે અનુસરે તો પરિણામ આપોઆપ જ આવે છે.’

ગોલ્ડની સ્પર્ધામાં ડેન્ટિસ્ટ હિનાએ ઑસ્ટ્રેલિયન ડૉક્ટરને હરાવી

૨૮ વર્ષની હિના સિધુ એક ક્વૉલિફાઇડ ડેન્ટિસ્ટ છે. ગઈ કાલે એક નિષ્ણાત સજ્ર્યનની જેમ તેણે પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટની ગઈ કાલની ફાઇનલ પણ જાણે ડૉક્ટરોની સ્પર્ધા બની હતી, કારણ કે સિલ્વર મેડલ જીતનારી ઑસ્ટ્રેલિયાની ૩૫ વર્ષની એલેના ગાલિયાબોવિચ પણ મેડિકલ પ્રોફેશનમાં જ છે. તેણે પણ ગેમ્સનો રેકૉર્ડ તોડ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK