ડબલ ટ્રૅપમાં ગોલ્ડ જીતનાર શ્રેયસી સિંહે મમ્મીને આપ્યું જીતનું શ્રેય

ફાઇનલ રાઉન્ડ બાદ ભારત અને ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓનો હતો એકસરખો ૯૬ સ્કોર, શૂટ-ઑફ રાઉન્ડમાં બે સફળ નિશાન દ્વારા જીતી બાજી : ૨૦૧૪માં જીતી હતી સિલ્વર મેડલ

shreyasi1

ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલતી એકવીસમી કૉમનવેલ્થ ગેમ્સની સ્પર્ધામાં ભારતીય શૂટરોએ પોતાનો દબદબો ગઈ કાલે પણ કાયમ રાખ્યો હતો. મહિલાઓની ડબલ ટ્રૅપ ઇવેન્ટમાં શ્રેયસી સિંહ કરીઅરનું સïર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ગોલ્ડ જીતી હતી તો ઓમ મિઠારવાલ અને અંકુર મિત્તલ બ્રૉન્ઝ જીત્યા હતા. ફાઇનલ રાઉન્ડમાં શ્રેયસી અને ઑસ્ટ્રેલિયાની એમા કૉક્સ આ બન્ને સ્પર્ધકોએ ૯૬ સ્કોર કર્યો હતો, પરંતુ ત્યાર બાદ શૂટ-ઑફમાં બન્ને નિશાન તાકતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અન્ય એક ભારતીય સ્પર્ધક વર્ષા વર્મન સહેજ માટે બ્રૉન્ઝ ચૂકી ગઈ હતી. તેણે કુલ ૮૬ સ્કોર મેળવ્યો હતો, જ્યારે બ્રૉન્ઝ જીતનાર સ્કૉટલૅન્ડની લિન્ડા પિઅરસનનો ૮૭ સ્કોર  હતો.

૨૬ વર્ષની દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થયેલી શ્રેયસીએ ૨૦૧૪માં રમાયેલી ગ્લોસગો કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ગોલ્ડ જીત્યા બાદ શ્રેયસીએ પોતાની સફળતાનું શ્રેય કોચ, મમ્મી અને બહેનને આપ્યું હતું. એક ટીવી-ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘મારી મમ્મીએ તમામ પરેશાની છતાં જીવનભર મને સપોર્ટ કર્યો, જેને કારણે હું આજે સફળતા મેળવી શકી છું. કોચે મને આકરી તાલીમ આપી હતી. હું પહેલાં સિલ્વર જીતી ચૂકી હતી. એથી આ વખતે વધુ મહેનત કરી. ઑસ્ટ્રેલિયાની શૂટર એમા કૉક્સનું આ હોમગ્રાઇન્ડ હતું. એથી શરૂઆતમાં હું થોડી નર્વસ હતી, પરંતુ મારી ટ્રેઇનિંગ કામ આવી.’

પોતાની તાલીમ વિશે તેણે કહ્યું હતું કે ‘મેં દિલ્હીમાં નૅશનલ લેવલના કોચ પાસે ટ્રેઇનિંગ લીધી હતી. દિલ્હીમાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પરંતુ બિહારમાં એવું નથી. કોઈ રમતને ઉચ્ચ સ્તરે લઈ જવા માટે સારા માળખાની જરૂર હોય છે.’

shreyasi

ગોલ્ડન ગર્લનું રાજકીય કનેક્શન

કૉમનવેલ્થ ગેમ્સની ગોલ્ડન ગર્લનું રાજકીય કનેક્શન પણ છે. શ્રેસયી બિહારના નેતા સ્વર્ગસ્થ દિગવિજય સિંહની દીકરી છે. તેની મમ્મી પુતુલકુમારી પણ સંસદસભ્ય રહી ચૂકી છે. દિગ્વિજિય સિંહ ચંદ્રશેખર સરકારના પ્રધાનમંડળમાં પ્રધાન પણ રહી ચૂક્યા હતા. તે જ્યારે રેલવે મિનિસ્ટ્રીમાં રાજયકક્ષાના પ્રધાન હતા ત્યારે તેમણે બિહારના સૌથી પછાત ગણાતા વિસ્તારને ભાગલપુર જેવા મોટા શહેર સાથે રેલવે દ્વારા જોડ્યો હતો. શ્રેયસીના પપ્પા અને દાદા ઇન્ડિયન નૅશનલ રાઇફલ એસોસિએશનના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

મને બહુ જ આનંદ છે. ૨૦૧૪માં જ્યારે હું સિલ્વર જીતી હતી ત્યારે ગોલ્ડ ન જીતવાને કારણે અપસેટ હતી, પરંતુ આજે જ્યારે મને તક મળી તો મેં ગોલ્ડ જીતી બતાવ્યો.

- શ્રેયસી સિંહ


ગઈ કાલે કૉમનવેલ્થ ગેમ્સની શૂટિંગ સ્પર્ધાની ડબલ ટ્રૅપ ઇવેન્ટ દરમ્યાન ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય મહિલા શૂટર શ્રેયસી સિંહ પોતાના હેડફોનમાં તિરંગાની ડિઝાઇનવાળા કલરશેડ સાથે દેખાઈ હતી તો રવિવારે મનિકા બત્રાએ પોતાના નખો પર તિરંગાની નેઇલ-પૉલિશ લગાવી હતી જેની ઘણા લોકોએ પ્રશંસા કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK