તેજસ્વિની સાવંતને ગોલ્ડ, અંજુમ મોદગિલને સિલ્વર

૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશનમાં ભારતીય મહિલા શૂટરોનો દબદબો

CWG

કૉમનવેલ્થ ગેમ્સમાં ગઈ કાલે કોલ્હાપુરની ૩૭ વર્ષની અનુભવી શૂટર તેજસ્વિની સાવંતે ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશનમાં કૉમનવેલ્થ ગેમ્સનો નવો રેકૉર્ડ બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ભારતની જ અંજુમ મોદગિલે સિલ્વર મેડલ જીત્યો હતો.

આ સ્પર્ધામાં તેજસ્વિની સાવંતે ૪૫૭.૯ના સ્કોરથી નવો રેકૉર્ડ બનાવ્યો હતો અને ૨૦૧૪માં ગ્લાસગો ગેમ્સમાં સિંગાપોરની જસ્મિન સર ઝિયાંગે બનાવેલા ૪૪૯.૧ના સ્કોરને તોડી નાખ્યો હતો.

બીજા સ્થાને રહેલી અંજુમ મોદગિલે પણ આગલા દિવસના ૫૦ મીટર રાઇફલ પ્રોનમાં કરેલા નિરાશાજનક દેખાવ પર જાણે વિજય મેળવીને આ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેણે ૪૫૫.૭નો સ્કોર બનાવ્યો હતો. સ્કૉટલૅન્ડની સિઓનેડે ૪૪૪.૬ના સ્કોર સાથે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.

૨૦૦૬માં કૉમનવેલ્થ ગેમ્સમાં ૧૦ મીટર ઍર રાઇફલમાં સિંગલ્સમાં ગોલ્ડ અને અવનીત કૌર સિધુ સાથે ડબલ્સમાં ગોલ્ડ મેડલ મેળવનારી તેજસ્વિની સાવંત ૨૦૧૦માં વલ્ર્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવનારી પહેલી ભારતીય મહિલા બની હતી. ત્રણ કૉમનવેલ્થ ગેમ્સમાં તેજસ્વિની સાવંતે સાતમો મેડલ મેળવ્યો હતો.

કૉમનવેલ્થ ગેમ્સમાં ગઈ કાલે ભારતનું પ્રદર્શન

હૉકીમાં ન્યુ ઝીલૅન્ડ સામે ભારતનો પરાજય


કૉમનવેલ્થ ગેમ્સમાં ગઈ કાલે ભારતીય પુરુષ હૉકી ટીમ ન્યુ ઝીલૅન્ડ સામે ૩-૨થી પરાજિત થઈ હતી. હવે એ બ્રૉન્ઝ મેડલ માટે રમશે.

સ્ક્વૉશમાં ભારત ફાઇનલમાં


દીપિકા પલ્લિકલ અને સૌરવ ઘોષાલની ટીમ સ્ક્વૉશની મિક્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચી છે. તેમણે ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડની જોડીને પરાજિત કરી હતી.

ટેબલ-ટેનિસ મહિલા ડબલ્સમાં સિલ્વર

ટેબલ-ટેનિસની મહિલા ડબલ્સમાં ભારતની મનિકા બત્રા અને મૌમા દાસની જોડી ગઈ કાલે ફાઇનલમાં સિંગાપોરની જોડી સામે પરાજિત થતાં સિલ્વર મેડલ મળ્યો છે.

સિંધુ, સાઇના અને શ્રીકાંત ફાઇનલ્સમાં

બૅડ્મિન્ટનની સ્પર્ધામાં ભારતની પી. વી. સિંધુ, સાઇના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંતે ફાઇનલ્સમાં પ્રવેશ કરી લીધો છે.

બૉક્સિંગમાં ત્રણ બ્રૉન્ઝ


બૉક્સિંગ સ્પર્ધામાં ગઈ કાલે ત્રણ બ્રૉન્ઝ મેડલ મળ્યા હતા. ૯૧ કિલો કૅટેગરીમાં નમન તંવર, ૬૯ કિલો કૅટેગરીમાં મનોજ કુમાર અને ૫૬ કિલો કૅટેગરીમાં મોહમ્મદ હુસામુદ્દીને બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.

પાંચ બૉક્સરો ફાઇનલમાં

પાંચ બૉક્સરો અમિત પંચાલ, ગૌરવ સોલંકી, મનીષ કૌશિક, વિકાસ કૃષ્ણન અને સતીશ કુમાર તેમની કૅટેગરીમાં ફાઇનલમાં પહોંચ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK