કૉમનવેલ્થમાં ૧૦ ગોલ્ડ સાથે ભારત પહોંચ્યું ત્રીજા ક્રમાંક પર

શૂટિંગ, બૅડ્મિન્ટન અને ટેબલ-ટેનિસમાં ભારતીય ખેલાડીઓનું ગોલ્ડન પ્રદર્શન

common

ગઈ કાલે જિતુ રાયની પિસ્ટલે કૉમનવેલ્થ ગેમ્સમાં નવો રેકૉર્ડ બનાવતા ગોલ્ડ મેડલ જીત્યો હતો. મિક્સ્ડ બૅડ્મિન્ટન અને મેન્સ ટેબલ-ટેનિસમાં પણ ભારતે શાનદાર પ્રદર્શન કરતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આમ ગઈ કાલનો દિવસ ભારત માટે યાદગાર રહ્યો હતો. વેઇટલિફ્ટરોએ ગઈ કાલે એક સિલ્વર મેડલ જીતી પોતાના શાનદાર પ્રદર્શનને યથાવત્ રાખ્યું હતું. આમ ભારત ૧૦ ગોલ્ડ, ૪ સિલ્વર  અને પાંચ બ્રૉન્ઝ સાથે મેડલ ટૅલીમાં ત્રીજા ક્રમાંક પર પહોંચી ગયું છે.

ભારતે બૅડ્મિન્ટન મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ત્રણ વખત ડિફેન્ડિંગ ચૅમ્પિયન રહેલા મલેશિયાને ૩-૧થી હરાવતાં કૉમનવેલ્થ ગેમ્સમાં જીતનો ઇતિહાસ રચ્યો હતો. કૉમનવેલ્થની મિક્સ્ડ ટીમ બૅડ્મિન્ટન ઇવેન્ટમાં ભારતનો આ પહેલો ગોલ્ડ છે. ભારત તરફથી મિક્સ્ડ ડબલ્સમાં સાત્વિક રાન્કીરેડ્ડી અને અશ્વિની પોનપ્પા, પુરુષોની સિગલ્સમાં કિદામ્બી શ્રીકાન્ત અને વિમેન્સ સિંગલ્સમાં સાઇના નેહવાલે જીત મેળવી હતી.

પહેલી મૅચ : સાત્વિક રાન્કીરેડ્ડી અને અશ્વિની પોનપ્પા


ભારત તરફથી સાત્વિક રાન્કીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાની જોડી મિક્સ્ડ ડબલ્સમાં સૌથી પહેલાં રમવા માટે ઊતરી. આ જોડીએ મલેશિયાની જોડીને ૨-૧થી હરાવીને ભારતને ૧-૦થી લીડ અપાવી હતી.

બીજી મૅચ : કિદામ્બી શ્રીકાન્ત v/s લી ચોંગ વી


પહેલી મૅચમાં લીડ બાદ પુરુષોની સિંગલ્સમાં ભારતના સ્ટાર શ્રીકાન્ત કિદામ્બીની સામે હતો ભૂતપૂર્વ નંબર વન ખેલાડી લી ચોંગ વી. આ મૅચ અપેક્ષા કરતાં સાવ વિપરીત રહી. ભારતીય ખેલાડીએ મલેશિયાના સ્ટાર-ખેલાડીને એકતરફી ગેમમાં ૨-૦થી હરાવ્યો હતો.

ત્રીજી મૅચ : સાત્વિક અને ચિરાગની હાર

ત્રીજી મૅચ મેન્સ ડબલ્સની હતી જેમાં સાત્વિક અને ચિરાગને મલેશિયાના ખેલાડીઓએ એકતરફી મૅચમાં ૨-૦થી હરાવ્યા હતા.

ચોથી મૅચ : સાઇનાની એકતરફી જીત


ચોથી અને નિર્ણાયક મૅચમાં સાઇના નેહવાલે મલેશિયાની ૨૪ વર્ષની સોનિયા ચેહને પહેલી ગેમમાં

૨૧-૯થી હરાવી તો બીજી ગેમ


૧૯-૨૧થી હારી ગઈ. ત્રીજી ગેમમાં વાપસી કરતાં તેણે ૨૧-૯થી જીત મેળવી હતી. સાઇનાની જીતને કારણે વિમેન્સ ડબલ્સની મૅચ રમવાની જરૂર જ ન રહી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK