હૉકી વર્લ્ડ કપ માટે ચીન પ્રથમ વખત થયું ક્વૉલિફાય, સાઉથ કોરિયા બહાર

ચીને ભારતમાં આવતા વર્ષે થનારા હૉકી વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય કર્યું, જ્યારે સાઉથ કોરિયા આવું કરવામાં નિષ્ફળ રહ્યું છે.


ઢાકામાં ચાલી રહેલા એશિયા કપમાં મલેશિયા અને કોરિયાની મૅચ ૧-૧થી ડ્રૉ થતાં ચીને વર્લ્ડ કપમાં ક્વૉલિફાય કરી ઇતિહાસ રચ્યો હતો.

નેધરલૅન્ડ્સમાં ૧૯૯૮માં થયેલા વર્લ્ડ કપ બાદ પહેલી વખત સાઉથ કોરિયા હૉકીની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટો પૈકી એક વર્લ્ડ કપનો ભાગ નહીં હોય. વર્લ્ડ કપમાં પહોંચવા માટે કોરિયાએ એશિયા કપમાં વિજય મેળવવો જરૂરી હતો, પરંતુ મલેશિયા સામે મૅચ ડ્રૉ રહેતાં એ ફાઇનલમાં પહોંચી શક્યું નહોતું.

વર્લ્ડ કપ માટે યજમાન તરીકે ભારત અને લંડનમાં રમાયેલી હૉકી વર્લ્ડ લીગ સેમી ફાઇનલ્સમાં ચોથા ક્રમે રહીને મલેશિયાએ આ વર્લ્ડ કપ માટે સ્થાન પાકું કરી લીધું હતું. આ ટુર્નામેન્ટમાં ચીન આઠમા અને કોરિયા નવમા સ્થાને રહ્યું હતું. ચીન ૧૬ દેશોના વર્લ્ડ કપમાં સ્થાન મેળવનાર પંદરમો દેશ હશે જેમાં એ યજમાન ભારત, આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, બેલ્જિયમ, કૅનેડા, ઇંગ્લૅન્ડ, જર્મની, આયરલૅન્ડ, મલેશિયા, નેધરલૅન્ડ્સ, ન્યુ ઝીલૅન્ડ, પાકિસ્તાન, સ્પેન અને ફ્રાન્સ સાથે ક્વૉલિફાય કરવામાં સફળ રહ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK