વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ભારતની મીરાબાઈ ચાનુએ ગોલ્ડ જીતીને રચ્યો ઇતિહાસ

રિયો ઑલિમ્પિક્સની નિષ્ફળતાને ભુલાવીને મણિપુરની ૨૩ વર્ષની ખેલાડીએ ૧૯૪ કિલોગ્રામના નૅશનલ રેકૉર્ડ સાથે દેશને બાવીસ વર્ષ બાદ અપાવી ગોલ્ડન સફળતા


chanu


ભારતની સૈખોમ મીરાબાઈ ચાનુએ અમેરિકાના ઍનહાઇમમાં ચાલી રહેલી વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. મણિપુરની ૨૩ વર્ષની વેઇટલિફ્ટર સ્નૅચમાં ૮૫ કિલોગ્રામ સાથે બીજા નંબરે રહી હતી, પણ ત્યાર બાદ ક્લીન ઍન્ડ જર્ક રાઉન્ડમાં ૧૦૯ ક્રિલોગ્રામના શાનદાર પફોર્ર્મન્સ સાથે કુલ ૧૦૯ કિલોગ્રામ વજન ઊંચકીને ગોલ્ડ મેડલ જીતવા ઉપરાંત નવો નૅશનલ રેકૉર્ડ પણ રચી દીધો હતો. આ સ્પર્ધામાં થાઇલૅન્ડની સુકચોરેન તુનિયાએ ૧૯૩ ક્રિલોગ્રામ સાથે સિલ્વર અને સેગુરા ઍના આઇરિસે ૧૮૨ કિલોગ્રામ સાથે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

છેલ્લા બે દાયકો કરતાં પણ વધુ સમય બાદ ભારતની કોઈ ખેલાડી વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ થઈ હતી. છેલ્લે ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર કર્ણમ મલ્લેશ્વરીએ ૧૯૯૪ અને ૧૯૯૫માં એમ સતત બે વર્ષ વર્લ્ડ વેઇલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ભારતને ગોલ્ડ  મેડલ અપાવ્યો હતો.

રિયોની નિષ્ફળતા ભુલાવી કર્યું કમબૅક

ભારતીય રેલવેની કર્મચારી ચાનુ ગયા વર્ષે રિયો ઑલિમ્પિક્સમાં સરિયામ નિષ્ફળ રહી હતી. રિયોમાં તે ૪૮ કિલોગ્રામ કૅટેગરીમાં ત્રણેય પ્રયાસમાં નિષ્ફળ રહી હતી અને સ્પર્ધા પૂરી ન કરી શકનાર બે ખેલાડીઓમાંની એક બની ગઈ હતી, પણ હવે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ચાનુએ રિયોની નિષ્ફળતાના ગમને ઓછો કરી નાખ્યો હતો.

ચાનુએ ગયા મહિને ઑસ્ટ્રેલિયામાં યોજાયેલી સિનિયર વૅઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને આવતા વર્ષે યોજાનારી કૉમનવેલ્થ ગેમ્સ માટે ક્વૉલિફાય કરી લીધું હતું.

તિરંગાને જોઈને આંખોમાં આંસુ આવી ગયાં

સ્પર્ધાના અવૉર્ડ સમારંભ વખતે પોડિયમ પર ઊભી રહીને તિરંગાને લહેરાતો જોઈને ચાનુની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. ત્યાર બાદ પત્રકારો સાથે વાતચીતમાં ચાનુએ કહ્યું હતું કે ‘મેં આજે જે સફળતા મેળવી છે એ મારા કોચ વિજય શર્માના માર્ગદર્શન વગર શક્ય નહોતી. ટૉપ લેવલની સફળતા મેળવવી મારી અને કોચની અથાગ મહેનતનું પરિણામ છે. રિયો ઑલમ્પિક્સની નિષ્ફળતાનો મને હજી રંજ છે, પણ મારો આ ગોલ્ડ મેડલ એ નિરાશાને ઓછી કરી નાખશે. હું મારી કમજોરી પર કામ કરતી રહીશ અને આવતા વર્ષે કૉમનવેલ્થ ગેમ્સ તથા એશિયન ગેમ્સ તેમ જ ટોક્યો ઑલિમ્પિક્સમાં મેડલ જીતવાના પ્રયત્ન કરીશ.’

ટૉપના દેશો ગેરહાજર હતા


ડોપિંગનાં કારણોસર વેઇટલિફ્ટિંગમાં વિશ્વના ટૉપના અમુક દેશો જેવા કે રશિયા, ચાઇના, કઝાખસ્તાન, યુક્રેન અને અઝરબૈજાને આ સ્પર્ધામાં લાભ નહોતો લીધો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK