ફ્રાન્સને હરાવી પહેલી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા માગશે બેલ્જિયમ

સ્ટાર ખેલાડીઓથી સુસજ્જ બેલ્જિયમની ટીમ ફુટબૉલ વર્લ્ડ કપમાં પોતાના શાનદાર પ્રદર્શનને યથાવત રાખી આજે ફ્રાન્સ સામે જીત મેળવી પહેલી વખત ફાઇનલમાં પહોંચવા માગશે.

france

બેલ્જિયમ ૩૨ વર્ષ બાદ સેમી ફાઇનલમાં પહોંચ્યું છે, પરંતુ ફ્રાન્સ જેવી મજબૂત ટીમને હરાવવી એના માટે આકરો પડકાર હશે. ૧૯૯૮માં પહેલી વખત વર્લ્ડ કપ જીતનાર ફ્રાન્સને શરૂઆતથી જ પ્રબળ દાવેદાર ગણવામાં આવતી હતી. ટુર્નામેન્ટમાં બેલ્જિયમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. એ અત્યાર સુધી એક પણ મૅચ હાર્યું નથી. ક્વૉર્ટર ફાઇનલમાં તેણે જપાનને ૩-૨થી હરાવ્યું હતું.

બીજી તરફ ફ્રાન્સની શરૂઆત ધીમી રહી હતી. જોકે ક્વૉર્ટર ફાઇનલમાં તેણે આક્રમક રમત બતાવતાં આર્જેન્ટિનાને ૪-૩થી હરાવ્યું હતું. ફ્રાન્સના ૧૯ વર્ષના યુવા ખેલાડી કાયલિયન એમબાપેએ આ મૅચમાં શાનદાર બે ગોલ કર્યા હતા. ફ્રાન્સને પોતાના આ ખેલાડી પાસેથી ઘણી આશા છે. ફ્રાન્સે પોતાના પાડોશી દેશ બેલ્જિયમને ૧૯૮૬માં ત્રીજા સ્થાન માટે થયેલી ટક્કરમાં ૪-૨થી હરાવ્યું હતું. 

રશિયાના પ્રદર્શન પર મને ગર્વ : પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાની નૅશનલ ફુટબોલ ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જવા છતાં એનાં વખાણ કરતાં કહ્યું કે મને મારી ટીમ પર ગર્વ છે. પુતિન વર્લ્ડ કપની ઉદ્ઘાટન મૅચમાં હાજર હતા અને આ ફુટબોલપ્રેમી રાષ્ટ્રપતિએ ક્વૉટ્ર ફાઇનલ મૅચ પણ જોઈ હતી. યજમાન ટીમની હાર છતાં તેમનું કહેવું છે કે જે રીતે રશિયાની ફુટબોલ ટીમે વર્લ્ડ કપમાં પ્રદર્શન કર્યું છે એનાથી મને તેમના પર ગર્વ છે. રાષ્ટ્રપતિના પ્રવક્તાએ કહ્યું કે ‘તેમણે મૅચ જોઈ હતી અને તેઓ પણ ટીમનો જુસ્સો વધારતા હતા. અમે એક સારી અને ઇમાનદાર ટીમ સામે રમાયેલી મૅચમાં હાર્યા હતા. રશિયાના ફુટબોલર હજી પણ અમારા માટે હીરો છે. મેદાનમાં તેમણે મરણિયો સંઘર્ષ ક્ર્યો હતો.’

Comments (1)Add Comment
...
written by www.perfectresume.org, July 12, 2018
France, from the very beginning was considered the dominant applicant, www.perfectresume.org but at this tournament Belgium was still the best performer.
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK