કબડ્ડી લીગમાં ઈરાનનો ફઝલ અત્રાચલી બન્યો પહેલો કરોડપતિ ખેલાડી

હરિયાણા સ્ટીલર્સ ટીમે મોનુ ગોયતને સૌથી વધુ ૧.૫૧ કરોડમાં ખરીદ્યો : છઠ્ઠી સીઝન માટે શરૂ થયેલી હરાજીમાં કુલ છ ખેલાડીઓ કરોડ કરતાં વધુ કિંમતે ખરીદાયા

fdazal

ઈરાનનો ફઝલ અત્રાચલી પ્રો કબડ્ડી લીગની હરાજીમાં ગઈ કાલે એક કરોડ રૂપિયાની કિંમત મેળવનાર પહેલો ખેલાડી બન્યો હતો, જેને મુંબઈની ટીમે ખરીદ્યો હતો. આ ડિફેન્ડરની બેઝ પ્રાઇસ ૨૦ લાખ રૂપિયા હતી, પરંતુ આ ખેલાડીને ખરીદવા માટે ટીમોએ સારો રસ દેખાડ્યો હતો. છેવટે મુંબઈની ટીમે બાજી મારી હતી. મોનુ ગોયત સૌથી વધુ કિંમતે ખરીદાયેલો ખેલાડી બન્યો હતો, જેને હરિયાણાની ટીમે ૧.૫૧ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગઈ કાલે કુલ છ ખેલાડીઓ કરોડ કરતાં વધુ કિંમતે વેચાયા હતા. બે દિવસ સુધી ચાલનારી આ હરાજીમાં કુલ ૪૨૨ ખેલાડીઓની હરાજી થશે, જે માટે ૧૨ ટીમ વચ્ચે સ્પર્ધા થઈ રહી છે.

ગઈ કાલે ઈરાનના ફઝલને મુંબઈએ એક કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે જ તે પ્રો કબડ્ડી લીગના ઇતિહાસમાં પહેલો કરોડપતિ ખેલાડી બન્યો હતો. પાંચમી સીઝનમાં સૌથી વધુ ૯૩ લાખ રૂપિયામાં વેચાનારા નીતિન તોમરનો રેકૉર્ડ તેણે તોડ્યો હતો. ફઝલ ઉપરાંત ઈરાનના અબોજારને તેલુગુ ટાઇટન્સે ૭૬ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

અત્રાચલી પર ભારે રકમ ખર્ચ કરનાર મુંબઈની ટીમના માલિક રૉની સ્ક્રૂવાલાએ કહ્યું હતું કે ‘અમે અમારા ડિફેન્સને મજબૂત કરવા માગતા હતા. અમારું ડિફેન્સ પહેલી અને બીજી સીઝનમાં ઘણું મજબૂત હતું. એથી જ અમે અત્રાચલી માટે બોલી લગાવી હતી.’

ફઝલે કહ્યું હતું કે ‘મુંબઈની ટીમ માટે મારા મનમાં ઘણું સન્માન છે, કારણ કે કબડ્ડી લીગનો મારો પ્રવાસ ત્યાંથી જ શરૂ થયો હતો. મેં કબડ્ડી લીગમાં સૌથી વધુ બોલીનો એક રેકૉર્ડ બનાવ્યો છે જે એક શાનદાર અનુભવ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK