કબડ્ડીમાં ભારતના દબદબાનો અંત

સાત વખત ચૅમ્પિયન રહેલી ટીમ પહેલી વખત ગોલ્ડ માટેની સ્પર્ધામાંથી બહાર, જકાર્તાના ગરુડા સ્ટેડિયમમાં ભારતીય કૅમ્પમાં ઈરાન સામેની મૅચમાં ૧૮-૨૭ની હારથી સન્નાટો

kabaddi

એશિયન ગેમ્સની કબડ્ડી સ્પર્ધામાં ભારતના દબદબાનો ગઈ કાલે અંત આવ્યો હતો. પુરુષોની ટીમ પહેલી વખત સેમી ફાઇનલમાં હારી હતી. ભારતીય પરંપરાગત રમતમાં પહેલી વખત ભારતની ટીમ બૉન્ઝ મેડલ મેïળવશે. ગઈ કાલે સેમી ફાઇનલમાં ભારતને ઈરાને ૧૮-૨૭થી હરાવ્યું હતું. પરિણામે કેટલાક ખેલાડીઓની આંખમાં આંસુ આવી ગયાં હતાં તો ઘણાને આ હકીકત માનવામાં નહોતી આવતી. ૧૯૯૦થી ભારતનો આ રમતમાં દબદબો હતો. જકાર્તાના ગરુડા સ્ટેડિયમમાં ઈરાનના ખેલાડીઓ ચૅમ્પિયન બન્યા હોય એ રીતે ઉજવણી કરી રહ્યા હતા.

ઈરાનની ટીમ છેલ્લી બે એશિયન ગેમ્સથી રનરઅપ બની હતી. ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ અજય ઠાકુર, પ્રદીપ નરવાલ, રાહુલ ચૌધરી અને દીપક હુડા પ્રથમ વખત આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ વગર પાછા ફર્યા છે. ભારતીય ટીમ આ જ સ્પર્ધામાં પહેલાં સાઉથ કોરિયા સામે રાઉન્ડ મૅચમાં પણ હારી ગઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK