બૅડ્મિન્ટનમાં સાઇના અને સિંધુ સેમી ફાઇનલમાં

વ્યક્તિગત ઇવેન્ટમાં ૩૬ વર્ષના મેડલ-દુષ્કાળનો આવશે અંત : છેલ્લે ૧૯૮૨માં સય્યદ મોદીએ જીત્યો હતો બ્રૉન્ઝ

sindhu

જકાર્તામાં ચાલી રહેલા ૧૮મા એશિયન ગેમ્સના આઠમા દિવસે ભારતની બે સ્ટાર શટલરો પી. વી. સિંધુ અને સાઇના નેહવાલ બૅડ્મિન્ટનની મહિલા સિંગલ્સની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. ઑલિમ્પિક અને વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલિસ્ટ સિંધુએ વર્લ્ડ નંબર ૧૧ થાઇલૅન્ડની નિચોન જિન્દાપોલને ક્વૉર્ટર ફાઇનલમાં ૨૧-૧૧, ૧૬-૨૧ અને ૨૧-૧૪થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સિંધુનો મુકાબલો હવે તાઇ ઝુ યિન્ગ સામે થશે જેણે ૨૦૧૭ની વર્લ્ડ ચૅમ્પિયન નોઝોમી ઓકુહારાને ક્વૉર્ટર ફાઇનલમાં ૨૧-૧૫, ૨૧-૧૦થી હરાવી હતી.

બીજી તરફ કૉમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ સાઇના નેહવાલે થાઇલૅન્ડની વર્લ્ડ નંબર ૪ રતચાનોક ઇન્તાનોનને ક્વૉર્ટર ફાઇનલમાં ૨૧-૧૮, ૨૧-૧૬થી હરાવી હતી. ૪૨ મિનિટ ચાલેલી ક્વૉર્ટર ફાઇનલમાં સાઇના શરૂઆતમાં ૧-૫ અને ૩-૮થી પાછળ રહી હતી. પહેલા બ્રેક વખતે સાઇના ૩-૧૧થી પાછળ હતી, પણ લાંબા અને ઍન્ગલ્ડ શોટ્સથી કમબૅક કરતાં સાઇનાએ જીત મેળવી હતી. આ ગેમ પહેલાં સાઇના થાઇલૅન્ડની ઇન્તાનોન સામે છેલ્લી પાંચમાંથી ચાર મૅચ જીતી હતી.

સાઇના અને સિંધુના વિજયથી ઇન્ડિવિડ્યુઅલ ઇવેન્ટમાં ભારતના ૩૬ વર્ષના મેડલના દુકાળનો અંત આવશે. એશિયન ગેમ્સમાં ભારત વતી ઇન્ડિવિડ્યુઅલ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ ૧૯૮૨માં સય્યદ મોદીએ જીત્યો હતો.

ભારતે એશિયન ગેમ્સમાં બૅડ્મિન્ટનમાં કુલ આઠ મેડલ જીત્યા છે જેમાં ટીમ ઇવેન્ટમાં છ અને એક મેડલ પુરુષોની ડબલ સ્પર્ધામાં મેળવ્યો છે.

રેકૉર્ડની ખબર નથી, અમારી પાસે ફોન નથી : સાઇના

વર્લ્ડ નંબર ૧૦ સાઇનાએ કહ્યું હતું કે ‘મને ખબર ન હતી કે છેલ્લો ઇન્ડિવિડ્યુઅલ મેડલ કોણ જીત્યું હતું? ગોપી સરે અમને ફોનથી દૂર રહેવાનું સૂચન આપ્યું હતું. મને ખબર હતી કે મારી હરીફ સારું રમી રહી છે અને મને પડકાર આપશે એથી તેની સામે સાવચેતીપૂર્વક રમીને મૅચ જીતી હતી. હું શરૂઆતમાં સહજતાથી મૂવિંગ કરી શકતી ન હતી, પણ૧૨-૩ની લીડ પછી મેં ટફ શોટ્સને હિંમતપૂર્વક રમ્યા હતા. થોડી વાર પછી તે થાકેલી જણાય છતાં ખૂબ અટૅકિંગ રમી રહી હતી. તેણે લીડ લીધી હતી, મારો રેકૉર્ડ તેની વિરુદ્ધ સારો હતો, ક્રાઉડ તેની ફેવરમાં ચિયર કરી રહ્યું હતું. આવી ઘણી બાબતો મગજમાં ચાલી રહી હતી. ક્રાઉડના અવાજને કારણે હું શટલનો અવાજ પણ સાંભળી શકતી ન હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK