મનજિત સિંહે ૩૬ વર્ષ બાદ ૮૦૦ મીટર દોડમાં ભારતને અપાવ્યો ગોલ્ડ

૧૯૫૧ બાદ પહેલી વખત આ સ્પર્ધામાં ભારતના મનજિત સિંહે ગોલ્ડ તો જિનસન જૉન્ાસને જીત્યો સિલ્વર : ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાની રમતમાં થતા સુધારાને જોઈને મેળવી હતી પ્રેરણા

manjit

ગઈ કાલે ૮૦૦ મીટરની દોડ સ્પર્ધામાં નોકરી વગરના તેમ જ જેના પર આશા નહોતી એવા મનજિત સિંહે ગોલ્ડ જીત્યો હતો. તો આ સ્પર્ધાના પ્રબળ દાવેદાર ગણાતા જિનસન જૉન્સને સિલ્વર મેડલ જીત્યો હતો. મનજિત સિંહ ક્યારેય આ સ્પર્ધાનો પ્રબળ દાવેદાર ગણાતો નહોતો, પરંતુ તેણે ૧ મિનિટ અને ૪૬.૧૫ સેકન્ડમાં આ સ્પર્ધા પૂરી કરીને ગોલ્ડ જીત્યો હતો તો સિલ્વર જીતનાર એશિયન ચૅમ્પિયનશિપમાં મેડલ જીતનાર કેરળનો જૉન્સન તેના કરતાં .૨૦ સેકન્ડ પાછળ હતો. તેણે આ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.

૧૯૮૨ની એશિયન ગેમ્સ બાદ પહેલી વખત ભારતે આ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો. તો ૧૯૫૧માં રમાયેલી પહેલી એશિયન ગેમ્સમાં ભારતના રણજિત સિંહ અને કુલવંત સિંહ આ સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર જીત્યા હતા. ત્યાર બાદ પ્રથમ વખત આ સ્પર્ધામાં ભારતે આવો દેખાવ કર્યો છે. આર્મીના કોચ અમરીશ કુમાર દ્વારા તાલીમ લેનાર મનજિત સિંહે આ વર્ષે ગુવહાટીમાં બનાવેલા ૧ મિનિટ ૪૬.૨૪ સેકન્ડના પોતાના રેકૉર્ડમાં પણ સુધારો કર્યો હતો. હરિયાણાના જિન્દ શહેરમાં રહેતા મનજિત સિંહે કહ્યું હતું કે ‘મેં મારી નૅશનલ અને ઇન્ટરનૅશનલ સ્પર્ધાના વિડિયો જોયા હતા અને મારી ભૂલોની સમીક્ષા કરી હતી. મારી રમતમાં જાતે જ સુધાર કર્યો હતો.’

એશિયન ગેમ્સ પહેલાં તેણે ઊટીમાં છ મહિના અને ભુતાનમાં ત્રણ મહિના સુધી પ્રૅક્ટિસ કરી હતી. તેણે વધુમાં કહ્યું હતું કે ‘ભારતીય ઍથ્લીટો સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેજિન્દરપાલ સિંહ અને નીરજ ચોપડાએ ગોલ્ડ જીતતાં મારામાં પણ ઉત્સાહનો સંચાર થયો હતો. મેં છેલ્લા ૧-૨ વર્ષમાં નીરજની રમતમાં થતો સુધારો જોયો હતો જેણે મને સારું પ્રદર્શન કરવાની પ્રેરણા આપી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK