વિનેશ ફોગટના આ ફોટોઝ જોઈને થઈ જશો આશ્ચર્યચકિત

વિનેશ ફોગાટ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહે છે. એક તરફ તે કુશ્તી કે કસરત કરતા ફોટોઝ પોસ્ટ કરે છે, તો બીજી તરફ અંગત જિંદગીની તસવીરો પણ ક્યારેક સામે આવતી રહે છે. વિનેશ ફોગાટ ટેલેન્ટેડ હોવાની સાથે સાથે સુંદર પણ છે.

V1



ઈન્ડોનેશિયામાં ચાલી રહેલી 18મી એશિયન ગેમ્સમાં ભારતને ત્રણ ગોલ્ડ મળી ચૂક્યા છે. બજરંગ પૂનિયા બાદ બીજો ગોલ્ડ મહિલા પહેલવાન વિનેશ ફોગટે અપાવ્યો. તો ત્રીજો ગોલ્ડ સૌરભ ચૌધરીએ અપાવ્યો. જો કે વિનેશ ફોગટનો આ ગોલ્ડ મેડલ એટલે ખાસ છે કે એશિયન ગેમ્સના ઈતિહાસમાં તે આવું કરનારી પહેલી ભારતીય મહિલા રેસલર છે.

V2


18મી એશિયન ગેમ્સના બીજા દિવસે વિનેશ ફોગાટે 50 કિલોગ્રામ ફ્રી સ્ટાઈલની ફાઈનલ જીતીને ગોલ્ડ મેળવ્યો. વિનેશે જાપાની મહિલા પહેલવાન યુકી આઈરીને ફાઈનલમાં 6-2થી હરાવી. એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ પહેલી વખત હતું જ્યારે કોઈ ભારતીય મહિલા ગોલ્ડ મેડલ જીતી હોય.

V3


આખી મેચમાં વિનેશ પોતાની વિરોધ પર હાવી રહી. પહેલા રાઉ્ડમાં તેણે જાપાનીઝ પહેલવાન પર 4-0ની લીડ મેળવી. બીજા રાઉન્ડમાં જાપાની પહેલવાને વિનેશને પછડાટ આપીને 2 પોઈન્ટ જરૂર મેળવ્યા, પરંતુ જીતી ન શકી. વ્યક્તિગત રીતે વિનેશે પહેલીવાર એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો ચે.

V4


આ પહેલા સેમીફાઈનલમાં પગમાં દુખાવા છતાં વિનેશે ઉઝ્બેકિસ્તાનની દાઉલેતબાઈક વાઈને ટેક્નિકલ સુપિરિયોરિટીના આધારે 10-2થી હરાવી હતી.

વિનેશ ફોગાટે ઈન્ચિયોન એશિયન ગેમ્સમાં બ્રોન્સ મેળવ્યો હતો. આ ઉપરાંત 2018ની એશિયાઈ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક અને 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.



V5

રેસલિંગમાં ભારતનું નામ રોશન કરનાર વિનેશ ફોગાટ ગીતા ફોગાટ અને બબીતા ફોગાટની કઝિન સિસ્ટર છે. ગીતા બબીતા પર દંગલ નામની ફિલ્મ બની ચૂકી છે. જેમાં આમીર ખાને ગિતા ફોગાટના પિતા અને વિનેશના કાકા મહાવીર ફોગાટનો રોલ કર્યો હતો.

V6



વિનેશ ફોગાટ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહે છે. એક તરફ તે કુશ્તી કે કસરત કરતા ફોટોઝ પોસ્ટ કરે છે, તો બીજી તરફ અંગત જિંદગીની તસવીરો પણ ક્યારેક સામે આવતી રહે છે. વિનેશ ફોગાટ ટેલેન્ટેડ હોવાની સાથે સાથે સુંદર પણ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK