ચીન, જપાન અને કોરિયાના ઍથ્લીટોનો ભારતીય ખેલાડીઓને પડકાર

સુશીલ કુમાર, વિનેશ ફોગાટ, હિના સિધુ, મનુ ભાકર, દીપા કર્માકર, હિમા દાસ, પી. વી. સિંધુ પાસે ગોલ્ડ મેડલની આશા

mashal



ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા અને પાલેમબન્ગમાં આજે અઢારમી એશિયન ગેમ્સનો આરંભ થઈ રહ્યો છે ત્યારે ભારતને ખરો પડકાર ચીન, જપાન અને કોરિયાના ઍથ્લીટોનો રહેશે. ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં કૉમનવેલ્થ ગેમ્સમાં ભારત મેડલ ટૅલીમાં બીજા ક્રમાંકે રહ્યું હતું, પણ આ ગેમ્સમાં ઍથ્લીટોને ગોલ્ડ મેડલ જીતવાનું આસાન નહીં હોય. આ વખતે નિષ્ણાતોના મતે ભારત એનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી અંદાજે ૭૦ જેટલા મેડલ જીતે એવી શક્યતા છે.

કૉમનવેલ્થ ગેમ્સમાં જપાન, ચીન અને કોરિયાના ખેલાડીઓ સામે ભારતીય ઍથ્લીટોની ટક્કર નહોતી. ૨૦૧૦માં ચીનના ગ્વાંગઝોઉમાં યોજાયેલા એશિયન ગેમ્સમાં ભારતે ૧૪ ગોલ્ડ સહિત કુલ ૬૫ મેડલ જીત્યા હતા. ૨૦૧૪ની એશિયન ગેમ્સમાં ભારતે ૧૧ ગોલ્ડ સહિત કુલ ૫૭ મેડલ જીત્યા હતા.

એશિયન ગેમ્સમાં સુશીલ કુમાર, વિનેશ ફોગાટ, હિના સિધુ, માનવજિત સંધુ, મનુ ભાકર, દીપિકા કુમારી, હિમા દાસ, દીપા કર્માકર, પી. વી. સિંધુ પાસે ગોલ્ડ મેડલની આશા છે. ભારતીય હૉકી-ટીમ પણ મેડલ મેળવી આપે એવી આશા સેવવામાં આવી રહી છે.

બેડમિન્ટનમાં મજબૂત ટીમ : ગોપીચંદ

ઇન્ડોનેશિયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં પહોંચેલી ભારતીય બૅડ્મિન્ટન ટીમ આ વખતે એકદમ મજબૂત છે એમ મુખ્ય બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદનું માનવું છે. આ વખતે ટીમમાં ૨૦ ખેલાડીઓ છે. સાઇના નેહવાલ અને પી. વી. સિંધુ જેવા ઑલિમ્પિક્સ મેડલ વિનર છે. આથી આ વખતે ભારતને બૅડ્મિન્ટનમાં ગોલ્ડ મેડલ મળી શકે એમ છે.

જીતનો વિશ્વાસ : સુશીલ કુમાર



અનુભવી પહેલવાન સુશીલ કુમારે ઑલિમ્પિક્સમાં બે મેડલ જીત્યા છે. એશિયન ગેમ્સ પહેલાં જ્યૉર્જિયામાં થયેલી સ્પર્ધામાં તે પરાજિત થયો હતો. ૭૪ કિલોગ્રામ કૅટેગરીના આ પહેલવાને કહ્યું હતું કે ‘હું અહીં કંઈ સાબિત કરવા આવ્યો નથી. હું સકારાત્મક વ્યક્તિ છું અને જીતનો વિશ્વાસ છે.’

india


૩૧ શકમંદોને ઠાર કરવામાં આવ્યા

ઍમ્નેસ્ટી ગ્રુપોના કહેવા મુજબ ઇન્ડોનેશિયામાં એશિયન ગેમ્સના આરંભ પહેલાં પોલીસે નાના-મોટા ક્રાઇમ-કેસોમાં સંડોવાયેલા અને આ ગેમ્સ વખતે ભાંગફોડ કરી શકે એવા આશરે ૩૧ અસામાજિક તત્વોને જકાર્તા અને સાઉથ સુમાત્રામાં ઠાર કર્યા છે. આ પ્રકારે અસામાજિક તkવોને ઠાર કરવાની પોલીસની ઝુંબેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલના કહેવા મુજબ પોલીસે ‘શૂટ ફસ્ર્ટ ઍન્ડ આસ્ક ક્વેશ્ચન લેટર’ નીતિ હેઠળ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સમગ્ર ઇન્ડોનેશિયામાં ૭૭ શકમંદોને ઠાર કર્યા છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK