મેસીનો જાદુ ચાલ્યો પણ નાઇજીરિયાને ધૂળ ચટાવી રોજોએ

૨૦૧૪માં બ્રાઝિલમાં રમાયેલા વર્લ્ડ કપમાં વિનિંગ ગોલ કરીને નાઇજીરિયા સામે આર્જેન્ટિનાને જીત અપાવી હતી એમ મંગળવારે પણ વર્લ્ડ કપમાંથી બહાર થતાં બચાવી

messi

રશિયામાં રમાઈ રહેલા ૨૧મા ફિફા વર્લ્ડ કપમાં ગ્રુપ ‘D’માં એક રોમાંચક મૅચમાં મંગળવારે આર્જેન્ટિનાએ નાઇજીરિયાને ૨-૧થી હરાવીને આ વર્લ્ડ કપમાં પહેલી જીત મેળવાની સાથે અંતિમ ૧૬માં પ્રવેશ મેળવી લીધો હતો. આર્જેન્ટિનાની પહેલી મૅચ આઇસલૅન્ડ સામે ૧-૧થી ડ્રૉ રહી હતી. બીજી મૅચમાં ક્રોએશિયા સામે એનો ૩-૦થી પરાજય થયો હતો. આથી આ મૅચ જીતવી જરૂરી હતી. આ ગ્રુપની બીજી એક મૅચમાં ક્રોએશિયાએ આઇસલૅન્ડને ૨-૧થી હરાવતાં હવે આઇસલૅન્ડ અને નાઇજીરિયા વર્લ્ડ કપમાંથી આઉટ થયાં છે. આર્જેન્ટિના સતત ચોથી વાર વર્લ્ડ કપના નૉકઆઉટ સ્ટેજમાં દાખલ થયું છે. ૨૦૦૨માં આર્જેન્ટિના ગ્રુપ સ્ટેજમાં એલિમિનેટ થયું હતું.

નાઇજીરિયા સામેની મૅચમાં છેલ્લી ઘડીએ આર્જેન્ટિનાના માર્કોસ રોજોએ વિનિંગ ગોલ કરીને ટીમને અત્યંત મહત્વની જીત મેળવી આપી હતી. રોજોએ ૨૦૧૪માં બ્રાઝિલમાં રમાયેલા વર્લ્ડ કપમાં પણ આર્જેન્ટિનાને વિનિંગ ગોલ કરીને જિતાડી હતી. એ મૅચમાં લિયોનેલ મેસીએ બે ગોલ કર્યા હતા અને નાઇજીરિયાએ પણ બે ગોલ કર્યા હતા, પરંતુ રોજોએ વિનિંગ ગોલ કરીને મૅચને ડ્રૉમાં જતી બચાવી હતી.

૧૪મી મિનિટમાં મેસીનો જાદુ

આજેર્ન્ટિના માટે મગંળવારની મૅચ ‘કરો યા મરો’ જેવી હતી. આ મૅચમાં જો આર્જેન્ટિનાની હાર થાય અથવા મૅચ ડ્રૉ થાય તો એને વર્લ્ડ કપમાંથી બહાર થવું પડ્યું હોત. મૅચની શરૂ થયાની ૧૪મી મિનિટે લિયોનેલ મેસીએ એક ગોલ કર્યો હતો. મિડફીલ્ડર એવરે સુંદર પાસ દ્વારા બૉલ મેસીને પહોંચાડ્યો અને મેસીએ ચિત્તાની સ્ફૂર્તિથી ૩૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડીને ગોલ કર્યો. આ ગોલ થતાં જ મેદાનમાં ‘મેસી...મેસી’ના નારા લાગવા માંડ્યા. જોકે આ મૅચમાં નાઇજીરિયાના બે કે એથી વધારે ખેલાડીઓ સતત મેસીની આસપાસ રહેતા હતા.

મસીહા બન્યો માર્કોસ રોજો


આ ગોલ બાદ આર્જેન્ટિના મૅચ જીતશે એવી આશા વધી ગઈ હતી. જોકે આર્જેન્ટિનાના માશ્ચેરાનોએ લેનોન બાલોગનને પેનલ્ટી એરિયામાં પાડી નાખ્યો એથી નાઇજીરિયાને સ્ખ્ય્ની સહાયથી પેનલ્ટી મળી અને એકાવનમી મિનિટે નાઇજીરિયાના વિક્ટર મોસેસે પેનલ્ટીને ગોલમાં ફેરવીને મૅચમાં બરોબરી કરી હતી. જોકે રોજોએ ૮૬મી મિનિટે ગોલ કરી બાજી બદલી નાખી હતી. આ વિનિંગ ગોલ કરી રોજોએ આર્જેન્ટિનાને ૨૦૧૪ બાદ ફરી નાઇજીરિયા સામે હારતાં બચાવ્યું હતું.

મારી કરીઅરની સૌથી તાણભરી મૅચ : મેસી

નાઇજીરિયા સામે જીત બાદ મીડિયા સાથે વાતચીતમાં મેસીએ કહ્યું હતું કે ‘મારી કરીઅરની આ સૌથી તાણભરી મૅચ હતી. આ પહેલાં અગાઉ હું ક્યારેય આટલા દબાણ હેઠળ રમ્યો નથી. આ વખતે પરિસ્થિતિના કારણે આમ થયું છે. મને ઈશ્વર પર ભરોસો હતો કે અમને તે વર્લ્ડ કપમાંથી આઉટ થવા નહીં દે અને એવું જ થયું છે.’

રોનાલ્ડોથી આગળ નીકળ્યો મેસી


મેસીએ અત્યાર સુધીમાં ૮૬૭ ગોલ કર્યા છે જ્યારે રોનાલ્ડોએ ૮૬૬ ગોલ કર્યા છે. આમ મેસી રોનાલ્ડોથી આગળ થયો છે. મેસીએ આ ગોલ કરવા માટે રોનાલ્ડો કરતાં ૧૪૯ મૅચ ઓછી રમી છે.

શું કહ્યું કોચે?


આર્જેન્ટિનાનો અંતિમ ૧૬માં પ્રવેશ થયા બાદ કોચ જ્યૉર્જ સાંપાઓલીએ કહ્યું હતું કે ‘નાઇજીરિયાએ પેનલ્ટી પર ગોલ લગાવીને સ્કોર બરાબર કર્યો ત્યારે અમને આઉટ થવાની ચિંતા સતાવી રહી હતી. અમે બેચેન હતા, પણ અમે અમારી રણનીતિમાં કરેલા ફેરફારના કારણે જીત મેળવી શક્યા. ખેલાડીઓએ જીવ લગાવી દીધો હતો. અમારા ખેલાડીઓ વિશ્વમાં નંબર વન છે અને એ અમે બતાવી દીધું છે. ક્રોએશિયા સામે પરાજય પછી મેં કહ્યું હતું કે એ હાર અમારી ભૂલ હતી, એમાં મેસીનો કોઈ વાંક નહોતો.’

મેસી બન્યો રેકૉર્ડ્-બુકની શાન

લિયોનેલ મેસીએ નાઇજીરિયા સામે ગોલ કરીને આ વર્લ્ડ કપનો પોતાનો પહેલો ગોલ કર્યો હતો જે આ વર્લ્ડ કપનો ૧૦૦મો ગોલ પણ હતો.

૨૦૦૬માં જર્મનીમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપમાં મેસીએ ૧૯ વર્ષની વયે પહેલો ગોલ કર્યો હતો. ત્યાર બાદ ૨૦૧૦માં સાઉથ આફ્રિકામાં તેણે એક પણ ગોલ કર્યો નહોતો. ૨૦૧૪માં ૪ ગોલ કરીને તેણે પોતાની ટીમને ફાઇનલ સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ૨૦૧૮ના વર્લ્ડ કપમાં પણ તેણે મંગળવારે એક ગોલ કરીને આર્જેન્ટિના વતી ત્રણ વર્લ્ડ કપમાં ગોલ કરનારા ખેલાડીમાં સ્થાન મેળવ્યું છે. આ પહેલાં આવું પરાક્રમ ડિએગો મૅરડોના અને ગૅબ્રિઅલ બટિસ્ટુટાએ કર્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK