નંબર વન નડાલ પર ભારે પડ્યો ફેડરર

સ્વિટ્ઝરલૅન્ડનો ખેલાડી બીજી વખત જીત્યો શાંઘાઈ માસ્ટર્સ, સ્પેનના ખેલાડીએ ગણાવ્યું લાગણીશીલ વર્ષ : કટ્ટર હરીફ ખેલાડીઓ વચ્ચે આ વર્ષે પાંચેય મુકાબલામાં ફેડરર જીત્યો

tennis

રૉજર ફેડરરે પોતાના જૂના હરીફ રાફેલ નડાલને શાંઘાઈ માસ્ટર્સની ફાઇનલમાં ૬-૪, ૬-૩થી હરાવી દીધો છે. સ્વિટ્ઝરલૅન્ડના ફેડરરની કરીઅરનું આ ૯૪મું ટાઇટલ છે. આ સાથે તેણે ઇવાન લેન્ડલની બરાબરી કરી લીધી છે. વળી હાલમાં વિશ્વના નંબર વન ખેલાડી સ્પેનના નડાલ સામે આ વર્ષે સતત પાંચમી વખત ફેડરર જીત્યો છે. હાર બાદ નડાલે સ્વીકાર્યું હતું કે હું એક સારી રમત બતાવનાર ખેલાડી સામે હાર્યો છું.

બન્ને વચ્ચે અત્યાર સુધી ૩૮ વખત ટક્કર થઈ છે જેમાં નડાલે ૨૩ અને ફેડરરે ૧૫ મૅચમાં જીત મેળવી છે. વિશ્વના બીજા ક્રમાંકના ખેલાડી ફેડરરે પહેલી ગેમમાં શાનદાર પ્રદર્શન દાખવતાં શાંઘાઈ ઓપનની ફાઇનલ જોવા આવેલા દર્શકોને પોતાની તરફેણમાં લાવી દીધા હતા. ૩૬ વર્ષનો આ ખેલાડી બીજી વખત આ ટાઇટલ જીત્યો છે તેમ જ આ વર્ષનું તેનું આ છઠ્ઠું ટાઇટલ છે. જીત બાદ નડાલ સામે જોતાં ફેડરરે કહ્યું હતું કે ‘તારી સાથે રમવાની મજા આવી. હજી જેટલી પણ ટુર્નામેન્ટ બાકી છે એમાં આશા રાખું કે આપણે ભેગા મળીએ.’

ફેડરર ચીનમાં કાઉના નામે પણ જાણીતો છે. ફેડરર અત્યાર સુધી કુલ ૧૯ ગ્રૅન્ડ સ્લૅમ જીત્યો છે.

૩૧ વર્ષનો નડાલ તાજેતરમાં US ઓપન અને ચાઇના ઓપન જીત્યો હતો. ૧૬ વખત ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર નડાલ ક્યારેય શાંઘાઈ ઓપન જીતી શક્યો નથી. નડાલ ગયા સપ્તાહે બીજિંગ ઓપન જીત્યો હતો. તેણે કહ્યું હતું કે ‘એક લાગણીશીલ વર્ષ. હું વધુ સારી રમી શક્યો હોત. આ મારી શ્રેષ્ઠ મૅચ નહોતી, પરંતુ કોઈ તમારા કરતાં સારું રમ્યું એ તમારે સ્વીકારવું રહ્યું.’

હાર-જીત તો ચાલ્યા કરે : ગઈ કાલે શાંઘાઈ માસ્ટર્સ ટુર્નામેન્ટમાં રનર્સઅપ રહેલા રાફેલ નડાલ સાથે મસ્તી કરતો વિજેતા રૉજર ફેડરર.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK