લૉર્ડ્સ ટેસ્ટ વખતે ૫૦ અબજ રૂપિયાની બેટ લાગી હતી

લંડન: ગયા વર્ષે પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચેની લૉર્ડ્સની ટેસ્ટમૅચ દરમ્યાન વિશ્વભરમાં એક અબજ ડૉલર (આશરે ૫૦ અબજ રૂપિયા)ની બેટ લાગી હોવાનો અંદાજ ગઈ કાલે લંડનની કોર્ટમાં સ્પૉટ-ફિક્સિંગ પરના કેસની સુનાવણી દરમ્યાન આઇસીસી (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના કરપ્શનને લગતી તપાસના મુખ્ય અધિકારી અને મૂળ ભારતના વતની રવિ સવાણીએ માહિતી આપતાં જણાવ્યું હતું.



રવિ સવાણીએ અદાલતને એવું પણ કહ્યું હતું કે ‘સામાન્ય રીતે પાકિસ્તાન સામેની ભારતની એક મૅચ વખતે એકલા મુંબઈમાં ૨૦ કરોડ ડૉલર (૧૦ અબજ રૂપિયા)ની બેટ લાગતી હોય છે એ જોતાં લૉર્ડ્સની ગયા વર્ષની ટેસ્ટના સંદર્ભમાં વિશ્વભરનાં મુખ્ય શહેરોને ગણતરીમાં લઈએ તો ત્યારે કુલ ૧ અબજ ડૉલર (૫૦ અબજ રૂપિયા)ની બેટ લાગી જ હશે.’

પાકિસ્તાની પ્લેયરોએ લૉર્ડ્સની ટેસ્ટમાં જાણી જોઈને ત્રણ નો બૉલ ફેંકવાના સ્પૉટ-ફિક્સિંગમાં જે ભૂમિકા ભજવી હતી એમાં સલમાન બટ ઉપરાંત મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફ વિરુદ્ધ તો તપાસ ચાલુ જ છે. કામરાન અકમલ તથા ઉમર અકમલ તેમ જ ફાસ્ટ બોલર વહાબ રિયાઝ અને ઇમરાન ફરહાત સહિત કુલ સાત પ્લેયરોનાં નામ એજન્ટ માજિદ મઝહરે કોર્ટને આપ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK