સાઇના અને સિંધુને ઑલિમ્પિક મેડલ જિતાડનાર કોચ ગોપીચંદ પર બનશે બાયોપિક

બૉલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી બાયોપિક બનાવવાની હોડ જામી છે. અગાઉ બૅડ્મિન્ટન-ખેલાડી સાઇના નેહવાલની બાયોપિક બનાવવાની ઘોષણા થઈ હતી.

gopichand sindhu

હવે તેના કોચ અને ભૂતપૂર્વ બૅડ્મિન્ટન ખેલાડી પુલેલા ગોપીચંદ પર બાયોપિક બનાવવાની ઘોષણા થઈ છે. ગઈ કાલે ગોપીચંદની વરસગાંઠના દિવસે ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝે તેના જીવન પર ફિલ્મ બનાવવાની ઘોષણા કરી હતી. ગોપીચંદની માતૃભાષા તેલુગુ હોવાથી આ ફિલ્મ બે ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. એને હિન્દીની સાથોસાથ તેલુગુમાં પણ બનાવવામાં આવશે.

અત્યારે ગોપીચંદ સાઇના નેહવાલની બાયોપિકમાં સાઇનાનો રોલ કરી રહેલી શ્રદ્ધા કપૂરને તાલીમ આપી રહ્યા છે. ગોપીચંદના જીવન પર બનનારી ફિલ્મની જવાબદારી વિક્રમ મલ્હોત્રાને સોંપવામાં આવી છે જે ‘ઍરલિફ્ટ’, ‘બેબી’ અને ‘શેફ’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી ચૂક્યા છે. હૈદરાબાદમાં આવેલી ગોપીચંદની બૅડ્મિન્ટન ઍકૅડેમીએ સાઇના નેહવાલ, પી. વી. સિંધુ અને શ્રીકાન્ત કિદામ્બી જેવા ઘણા નામી ખેલાડીઓ દેશને આપ્યા છે.

સિંધુ ચાઇના ઓપન સિરીઝની ક્વૉર્ટર ફાઇનલમાં, સાઇના અને પ્રણોય બહાર

વિશ્વની બીજા નંબરની બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ ચાઇના ઓપન સુપર સિરીઝ પ્રીમિયરની ક્વૉર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ગઈ કાલે ચીનના ફુજોઉમાં રમાયેલી બીજા રાઉન્ડની મૅચમાં સિંધુએ ચીનની યુવા ખેલાડી હાન યૂ કોને ૨૧-૧૫, ૨૧-૧૩થી હરાવી હતી. આ બન્ને ખેલાડીઓ વચ્ચે આ પહેલી મૅચ હતી. ચીનની ૧૭ વર્ષની યુવા ખેલાડીની રમત જોતાં શરૂઆતમાં એવું લાગતું હતું કે મૅચ ઘણી રોમાંચક રહેશે, પરંતુ ભારતીય ખેલાડીનો અનુભવ તેને કામ લાગ્યો હતો. તેણે પહેલી ગેમ ૨૧-૧૫થી જીતી લીધી હતી. બીજી ગેમમાં સિંધુએ શરૂઆતથી જ લીડ મેળવી હતી તેમ જ કોઈ પણ પ્રકારના અપસેટની શક્યતાને ખતમ કરતાં ૨૧-૧૩થી ગેમ જીતી લીધી હતી.

બીજી તરફ ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ વિજેતા સાઇના નેહવાલ અને નૅશનલ ચૅમ્પિયન એચ. એસ, પ્રણોય બીજા રાઉન્ડમાં હારીને આ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયાં હતાં. સાઇનાને જપાનની પાંચમો ક્રમાંક ધરાવતી અકાને યામાગુચીએ ૨૧-૧૮, ૨૧-૧૧થી હરાવી હતી તો વિશ્વમાં અગિયારમું રૅન્કિંગ ધરાવતા પ્રણોયને ૫૩મું રૅન્કિંગ ધરાવતા હૉન્ગકૉન્ગના યીઉ લીએ ૨૧-૧૯, ૨૧-૧૭થી હરાવીને અપસેટ સરજ્યો હતો. નૅશનલ બૅડ્મિન્ટન ચૅમ્પિયનશિપ જીતનાર સાઇના અને પ્રણોય માટે આ નિરાશાજનક પરિણામ હતું. હવે ભારતીય પડકાર બીજા રૅન્કિંગવાળી સિંધુ પર જ રહ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK