કુદરતી સંકટનો સામનો કરી રહેલા જપાનને નાઓમી ઓસાકાએ આપી ઉજવણીની તક

US ઓપનમાં પોતાની આદર્શ સેરેના વિલિયમ્સને હરાવીને સિંગલ્સ ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર પહેલી જૅપનીઝ ખેલાડી બની

US OPEN



હાલમાં કુદરતી આફતનો સામનો કરી રહેલા જપાનના લોકોને નાઓમી ઓસાકાએ શ્લ્ ઓપન જીતીને ઉજવણીની તક આપી છે. ઓસાકા સિંગલ્સ ગ્રૅન્ડ સ્લૅમ જીતનારી જપાનની પહેલી ટેનિસ ખેલાડી બની છે. ૨૦ વર્ષની ઓસાકાએ શનિવારે ફાઇનલમાં પોતાની આદર્શ સેરેના વિલિયમ્સને ૬-૨, ૬-૪થી હરાવી હતી. તેની જીત પર જપાનના વડા પ્રધાન શિન્ઝો આબેએ તેની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘શ્લ્ ઓપનમાં જીત બદલ તને અભિનંદન. સમગ્ર દેશને પ્રેરણા આપવા બદલ આભાર.’

ઓસાકાના નાના તેત્સુકો ઓસાકા (૭૩) કેટલાક દિવસ પહેલાં ભૂકંપની ચપેટમાં આવેલા ટાપુ પર રહે છે. તેણે કહ્યું હતું કે ‘ટીવી પર પૌત્રીને જીતતી જોઈને આંખમાં આંસુ આવી ગયાં હતાં. જેવી તે જીતી એટલે મેં મારી પત્ની સાથે ઉજવણી કરી હતી. એવી આશા રાખું છું કે તે ટોક્યો ઑલિમ્પિક્સમાં પણ જીત મેળવશે.’

ઓસાકા પાસે જપાન અને અમેરિકાનું બેવડું નાગરિકત્વ છે. વળી તે જપાનના મીડિયાએ કરેલા સવાલોના જવાબ પણ ઇંગ્લિશમાં જ આપતી હતી. ઓસાકાના અશ્વેત રંગ પર ટીપ્પણી કરનારા જપાનના લોકો પણ આ જીત બાદ તેને પોતાની ગણાવી રહ્યા છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK