સ્કીઇંગમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર આંચલના પપ્પા પાસેથી જ નરેન્દ્ર મોદી શીખ્યા હતા પૅરાગ્લાઇડિંગ

તાજેતરમાં હિમાચલ પ્રદેશ વિધાનસભાના ચૂંટણીપ્રચારમાં પણ વડા પ્રધાને રોશન ઠાકુરના નામનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ સ્ટેજથી બહુ દૂર હોવાને કારણે તેમને મળી નહોતા શક્યા

aanchal

હિમાચલ પ્રદેશના મનાલી જિલ્લાની આંચલ ઠાકુરને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્કીઇંગ-સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીતવાને કારણે ચારે તરફથી શુભેચ્છા-સંદેશ મળી રહ્યા છે. કારણ કે સ્પર્ધામાં મેડલ જીતનારી તે પ્રથમ ખેલાડી છે. શુભેચ્છા આપનારાઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ છે અને તેમણે ટ્વિટર પર આંચલને દેશનું ગૌરવ વધારવા બદલ અને ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી. જોકે ઘણા લોકો સાથે ખુદ વડા પ્રધાન મોદી પણ નથી જાણતા કે આંચલ તો રોશનલાલ ઠાકુરની દીકરી છે જેમણે એક સમયે નરેન્દ્ર મોદીને પૅરાગ્લાઇડિંગ શીખવ્યું હતું.

aanchal1

હિમાચલ વિધાનસભાના ચૂંટણીપ્રચાર દરમ્યાન ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, કઈ રીતે રોશન ઠાકુર મને ૨૦૦૦માં પેરાગ્લાઇડિંગ શીખવાડતા હતા? એ વખતે વડા પ્રધાન વિશે વાત કરતાં રોશન ઠાકુર લાગણીશીલ બની ગયા હતા. તેઓ નરેન્દ્ર મોદીને જોઈને તેમની સાથે હાથ મિલાવવા માગતા હતા, પરંતુ સ્ટેજથી ઘણા દૂર હતા. વડા પ્રધાન પહેલી વખત ૧૯૯૬માં શીખવા આવ્યા હતા. તેઓ પૅરાગ્લાઇડિંગને લઈને એટલા ખુશ હતા કે ૨૦૦૦માં ફરી તેઓ ત્યાં આવ્યા હતા. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા એ પહેલાં મોદી ત્રણ વખત સોલાંગ ઘાટ પર પૅરાગ્લાઇડિંગ માટે આવ્યા હતા. રોશન ઠાકુરે જણાવ્યું હતું કે ૨૦૧૨માં ગુજરાતના સાપુતારામાં પણ પૅરાગ્લાઇંડિંગ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે એની સુવિધાઓ જોવા માટે પણ નરેન્દ્ર મોદીએ મને ફોન કરીને બોલાવ્યો હતો. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK