આંચલ ઠાકુરે સ્કીઇંગમાં ભારતને અપાવ્યો પહેલો આંતરરાષ્ટ્રીય મેડલ

બરફ પર રમાતી જે સ્પર્ધાને સરકાર રમતનો દરજ્જો પણ નથી આપતી એમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર હિમાચલ પ્રદેશની ખેલાડીને વડા પ્રધાન મોદી સહિત સ્પોર્ટ્સ મિનિસ્ટરે આપી શુભેચ્છા

anchal

ભારતની આંચલ ઠાકુરે સ્કીઇંગમાં ગઈ કાલે ઇતિહાસ રચ્યો હતો. આંચલે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્કીઇંગ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીતીને આ સ્પર્ધામાં દેશને પહેલો મેડલ અપાવ્યો હતો. આંચલે અલ્પાઇન એજ્ડર ૩૨૦૦ કપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. આ ચૅમ્પિયનશિપનું આયોજન સ્કી ઇન્ટરનૅશનલ ફેડરેશન કરે છે. આંચલે આ મેડલ સ્લોલમ રેસની કૅટેગરીમાં જીત્યો હતો. આ ટુર્નામેન્ટ ટર્કીમાં આયોજિત કરાઈ હતી.

પોતાની આ જીતને ૨૧ વર્ષની આંચલે સોશ્યલ મીડિયા વેબસાઇટ ટ્વિટર પર શૅર કરતાં લખ્યું હતું કે ‘છેવટે કંઈક એવું થઈ ગયું જેની આશા નહોતી. મારો પહેલો આંતરરાષ્ટ્રીય મેડલ. તાજેતરમાં જ ટર્કીમાં પૂરી થયેલી સ્કી-રેસમાં મેં શાનદાર પ્રદર્શન કર્યું. હિમાચલ પ્રદેશના મનાલીમાં રહેતી આંચલની આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કે વિન્ટર સ્પોર્ટ્સને લઈને આપણા દેશમાં કોઈ સંસ્કૃતિ નથી. એટલું જ નહીં, આ સ્પોર્ટ્સ માટે કોઈ માળખું પણ અહીં નથી. ઉપરાંત આંચલે જે સ્પર્ધામાં મેડલ જીત્યો હતો એને ભારત સરકાર રમતનો દરજ્જો પણ નથી આપતી. આંચલ સાતમા ધોરણમાં હતી ત્યારથી જ સ્કીઇંગ કરે છે. એના માટે તેના પપ્પાએ ઘણો ખર્ચ પણ કર્યો હતો. તેના પપ્પા વિન્ટર ગેમ્સ ફેડરેશન ઇન્ડિયાના સેક્રેટરી પણ છે.

જોકે જેવી આંચલની આ સિદ્ધિના સમાચાર આવ્યા એટલે વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘આંચલની આ સિદ્ધિ પર સમગ્ર દેશને આનંદ અને ગર્વ છે. ભવિષ્ય માટે શુભેચ્છાઓ.’

યુનિયન સ્પોર્ટ્સ મિનિસ્ટર રાજ્યવર્ધન સિંહ રાઠોડે પણ આંચલને શુભેચ્છા આપતાં કહ્યું હતું કે ‘ભારતે સ્કીંઇગમાં પોતાના પહેલા મેડલ દ્વારા ખાતું ખોલાવ્યું.’

આંચલને મળેલી સફળતા અને તેને મળનારા શુભેચ્છા-સંદેશા બાદ આવી સ્પર્ધાઓમાં ભાગ લેતા સ્પર્ધકોને એવી આશા છે કે સરકાર દ્વારા એને રમતનો દરજ્જો આપવામાં આવશે.

શું છે સ્કીઇંગ?

સ્કીઇંગનો અર્થ થાય છે એક સ્થળેથી બીજા સ્થળે જવું. આ એક પ્રકારની મનોરંજક પ્રવૃત્તિ અથવા સ્પર્ધાત્મક શિયાળુ રમત પણ છે. એમાં ખેલાડી લાકડાનાં પગરખાં અને સ્ટિકની મદદથી બરફ પર સરકે છે. આ રમતને આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટીએ પણ માન્યતા આપી છે. ભારતમાં સ્કીઇંગ ગુલમર્ગ અને આઉલીમાં રમાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK