૧૫ વર્ષની વયે જીત્યો સિલ્વર

મેન્સ ડબલ્સ ટ્રૅપ સ્પર્ધામાં સાઉથ કોરિયાના ખેલાડી સામે દસમા ધોરણમાં અભ્યાસ કરતા શૂટરે માત્ર ૧ પૉઇન્ટથી ગોલ્ડ ગુમાવ્યો : ૪ વર્ષ પહેલાં જ શૂટિંગમાં રસ લેવાનું શરૂ કર્યું

shardul

ગઈ કાલે પુરુષોની મેન્સ ડબલ્સ ટ્રૅપ સ્પર્ધાની ફાઇનલમાં બીજો ક્રમાંક મેળવનાર ૧૫ વર્ષનો શાર્દુલ ઠાકુર એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બન્યો છે. ઉત્તર પ્રદેશના મેરઠના શાર્દુલે ફાઇનલમાં ૭૩ પૉઇન્ટ મેળવ્યા હતા. એ પહેલાં તેની ઉંમર કરતાં વધુ વયના ખેલાડીઓને પછાડીને ક્વૉલિફિકેશન રાઉન્ડમાં તે પ્રથમ આવ્યો હતો. સાઉથ કોરિયાના ૩૪ વર્ષના શૂટર હુનવુ શિને ગોલ્ડ અને કતારના ૪૨ વર્ષના ખેલાડી હમદ અલી અલ મારીએ બ્રૉન્ઝ જીત્યો હતો.

સામાન્ય રીતે શૉટગન સ્પર્ધામાં મોટી ઉંમરના ખેલાડીઓનો દબદબો જોવા મળે છે, પરંતુ ગઈ કાલે મોદીપુરમની દયાવતી મોદી ઍકૅડેમી સ્કૂલના ૧૦મા ધોરણમાં ભણતો છોકરો અનુભવી શૂટરોની હાજરીની કોઈ પરવા કરતો નહોતો. બ્રૉન્ઝ મેડલ જીતનાર ખેલાડી તો તેના કરતાં ત્રણ ગણી ઉંમરનો હતો. મંગળવારે ૧૦ મીટર પિસ્ટલમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચનાર સૌરભ ચૌધરી પણ મેરઠનો જ છે. શાર્દુલ વિહાનના સિલ્વર મેડલ સાથે ભારતે શૂટિંગમાં કુલ આઠ મેડલ જીત્યા છે.

શાર્દુલ ગોલ્ડ જીતનારા કોરિયાના ખેલાડી કરતાં માત્ર ૧ પૉઇન્ટ પાછળ રહી ગયો હતો. તે ડબલ ટ્રૅપ સ્પર્ધામાં મેડલ જીતનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો હતો. એ પહેલાં ૨૦૧૦માં રોન્જન સોઢીએ ગોલ્ડ તો રાજ્યવર્ધન સિંહ રાઠોડે સિલ્વર મેડલ જીત્યો હતો. વિહાને ચાર વર્ષ પહેલાં જ શૂટિંગમાં ગંભીરપણે રસ લેવાનું શરૂ કર્યું હતું. તેના કોચ અનવર સુલતાન પણ પોતાના સ્ટુડન્ટની સિદ્ધિ જોવા માટે ત્યાં હાજર હતા. ત્યાં હાજર તેના કાકા મનોજ વિહાને કહ્યું હતું કે ‘શાર્દુલ દરરોજ સવારે પાંચ વાગે ઊઠી જાય છે. ત્યાર બાદ મેરઠની દિલ્હીમાં આવેલી કર્ણી શૂટિંગ રેન્જમાં જાય છે. ત્યાર બાદ છેક રાત્રે નવ વાગે ઘરે આવે છે. ૧૫ વર્ષનો હોવા છતાં આટલી મહેનત કરે છે.’ શાર્દુલનો પરિવાર પ્રૉપર્ટી અને ખેતીનો વ્યવસાય કરે છે. શૂટિંગ પહેલાં તેણે ક્રિકેટ અને બૅડ્મિન્ટન જેવી રમતમાં પણ હાથ અજમાવ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK