યો-યો ટેસ્ટમાં ભારતનો સ્કોર અન્ય ટીમો કરતાં સૌથી ઓછો, પાકિસ્તાન પણ આગળ

૨૦૧૬માં અનિલ કુંબલે ભારતીય ટીમનો કોચ હતો ત્યારથી ખેલાડીઓની ફિટનેસની ચકાસણી માટે આ પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી, જેમાં તાજેતરમાં જ ત્રણ ખેલાડીઓ થયા હતા ફેલ

virat

ભારતીય ટીમમાં સ્થાન મેળવવું હોય તો યો-યો ટેસ્ટ પાસ કરવી જરૂરી છે. આ ફિટનેસ-ટેસ્ટ પાસ ન કરવાને કારણે ઘણા ક્રિકેટરો ટીમમાંથી બહાર થઈ જાય છે. જોકે નવાઈની વાત એ છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ અને ટીમ-મૅનેજમેન્ટે ભારતીય ટીમ માટે જે બૅન્ચમાર્ક યો-યો ટેસ્ટ માટે નક્કી કર્યો છે એ દુનિયાની અન્ય ટોચની ટીમોની સરખામણીમાં ઘણો ઓછો છે. પાકિસ્તાનની ટીમ ફિટનેસને લઈને વધુ સજાગ નથી નજર આવતી, પરંતુ યો-યો ટેસ્ટ માટે એણે ભારતીય ટીમ કરતાં વધુ માર્ક નક્કી કર્યો છે. ૨૦૧૬માં અનિલ કુંબલે જ્યારે ભારતીય ટીમનો કોચ હતો ત્યારે આ ટેસ્ટને ખેલાડીઓની ફિટનેસની ચકાસણી માટે દાખલ કરવામાં આવી હતી.

ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ અને પાંચ વખત વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન રહેલી ઑસ્ટ્રેલિયાએ ૧૯ માર્ક નક્કી કર્યો છે. સાઉથ આફ્રિકા માટે આ ૧૮.૫ છે તો શ્રીલંકા માટે ૧૭.૪ અને પાકિસ્તાન માટે પણ ૧૭.૪ છે. જ્યારથી મિકી આર્થર પાકિસ્તાનનો કોચ બન્યો છે ત્યારથી પાકિસ્તાને યો-યો ટેસ્ટ માટે ૧૭.૪ માર્ક નક્કી કર્યો છે, જેને કારણે એક વખત ટીમમાંથી ઉમર અકમલને પણ પડતો મૂકવામાં આવ્યો હતો.

ભારતીય ટીમ-મૅનેજમેન્ટે આ ટેસ્ટ માટે સૌથી ઓછો બેન્ચમાર્ક નક્કી કર્યો છે જે મુજબ સદી ફટકાર્યા બાદ પણ કોઈ પણ ખેલાડી દોડીને ત્રણ રન પૂરા કરી શકે એવી સ્થિતિમાં હોવો જોઈએ. અત્યારે ભારતીય ટીમ માટે ૧૬.૧ માર્ક નક્કી કરવામાં આવ્યો છે. ક્યારેક એને વધારીને ૧૬.૩ કરવામાં આવે છે. સંજુ સૅમસન, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને અંબાતી રાયુડુ જેવા ખેલાડીઓ આ ટેસ્ટમાં પાસ થયા નહોતા.

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ૪-૫ વર્ષ પહેલાં યો-યો ટેસ્ટ બંધ કરી દીધી હતી. અત્યારે તેઓ બે કિલોમીટરની ટ્રાયલનો ઉપયોગ કરે છે. ભારતીય ટીમનો બેન્ચમાર્ક ઓછો છે એનો અર્થ એવો નથી કે ટીમનું ફિટનેસનું સ્તર ઓછું છે. વિરાટ કોહલી ઉપરાંત ઘણા ખેલાડીઓએ આ ટેસ્ટમાં ૧૯નો સ્કોર કર્યો છે. બુધવારે બૅન્ગલોરમાં રાખવામાં આવેલી યો-યો ટેસ્ટમાં રોહિત શર્મા પણ પાસ થઈ ગયો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK