હવે યો-યો ટેસ્ટ બાદ જ થશે ટીમના ખેલાડીઓની પસંદગી

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાંથી મોહમ્મદ શમીને અને ઇંગ્લૅન્ડ સામેની આગામી વન-ડે સિરીઝમાંથી અંબાતી રાયુડુને સિલેક્શન પછી યો-યો ટેસ્ટ પાસ ન થતાં પડતા મૂકવામાં આવ્યા હતા

shami

ભારતીય ક્રિકેટ બોર્ડે શરમજનક પરિસ્થિતિમાંથી બચવા માટે હવે યો-યો ટેસ્ટ બાદ જ નૅશનલ ટીમ માટે ખેલાડીઓની પસંદગી કરવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં ક્રિકેટ બોર્ડ ભારે શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયું હતું જ્યારે ટેસ્ટ ટીમમાં સામેલ મોહમ્મદ શમી અને વન-ડે ટીમ માટે પસંદગી પામેલો અંબાતી રાયુડુ યો-યો ટેસ્ટમાં ફેલ થયો હતો. આ ખેલાડીઓ ઉપરાંત ઇંગ્લૅન્ડના પ્રવાસ માટે પસંદ થયેલો ઇન્ડિયા-A ટીમનો ખેલાડી સંજુ સૅમસન પણ આ ટેસ્ટમાં ફેલ થયો હતો.

અફઘાનિસ્તાન ટેસ્ટ, ભારત અને ઇન્ડિયા-ખ્ના ઇંગ્લૅન્ડ પ્રવાસ માટેની ટીમની ઘોષણા ગયા મહિનામાં IPL દરમ્યાન કરવામાં આવી હતી. આ મુદ્દે ક્રિકેટ બોર્ડના વહીવટદારોની સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી જેમાં સમિતિના અધ્યક્ષ વિનોદ રાય, ડાયના એદલજી, ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રાહુલ જૌહરી અને ક્રિકેટ ઑપરેશનના જનરલ મૅનેજર સબા કરીમ હાજર હતા. ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે ‘ટીમમાં પસંદગી બાદ ખેલાડીઓ યો-યો ટેસ્ટમાં ફેલ થતાં તેમની હાલત બહુ જ કફોડી થઈ જાય છે એથી હવે ફિટનેસ ટેસ્ટ બાદ જ ટીમ માટે ખેલાડીઓની પસંદગી થશે.’

rayudu

IPLમાં શાનદાર પ્રદર્શન બાદ રાયુડુની વન-ડે ટીમમાં વાપસી થઈ હતી. તે ફિટનેસ ટેસ્ટમાં ફેલ થતાં સુરેશ રૈનાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી મેદાનની બહારની ઘટનાઓને કારણે ચર્ચામાં રહેલો શમી પણ યો-યો ટેસ્ટમાં ફેલ થયો હતો એથી અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ટીમમાં તેને બદલે દિલ્હીના ફાસ્ટ બોલર નવદીપ સૈનીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શમીને ઇંગ્લૅન્ડ સામે થનારી પાંચ મૅચોની ટેસ્ટ-સિરીઝ પહેલાં ફિટનેસ સાબિત કરવાની વધુ એક તક મળશે. વહીવટદારોની બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે આગામી રણજી ટ્રોફીમાં સમાવેશ થનારી બિહાર, ઉત્તરાખંડ અને પૂર્વોત્તરની નવી ટીમો ગ્રુપ-Dમાં એકબીજા વિરુદ્ધ મૅચો રમશે અને માત્ર એક ટીમ ક્વૉર્ટર ફાઇનલ માટે ક્વૉલિફાય થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK