વિરાટ કોહલીને આરામ આપવા રોહિત શર્માને કૅપ્ટન બનાવાશે?

એશિયા કપ માટે આજે ટીમની જાહેરાત

rohit

૧૫ સપ્ટેમ્બરથી યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં રમાનારા એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત આજે થશે. અઢી મહિનાથી આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડમાં ત્રણે પ્રકારના ફૉર્મેટમાં કૅપ્ટન્સી કરનાર વિરાટ કોહલી સહિત ઘણા નિયમિત ખેલાડીઓને આ ટુર્નામેન્ટ માટે આરામ આપવાની પૂરી સંભાવના છે. કોહલીને લૉર્ડ્સ ટેસ્ટમાં કમરમાં ઈજા થઈ હતી છતાં ટેસ્ટમાં તેણે સંઘર્ષ જાળવી રાખ્યો છે. ૪ ઑક્ટોબરથી વેસ્ટ ઇન્ડીઝ સામે રાજકોટ ટેસ્ટથી ભારતીય ટીમ આવતા ત્રણ મહિનામાં છ ટેસ્ટ રમવાની છે, એથી વિરાટ સંપૂર્ણ ફિટ થવા આરામ કરે એ અગત્યનું છે.

એશિયા કપમાં ટીમ ઇન્ડિયા ૧૮ તારીખે ક્વૉલિફાયર ટુર્નામેન્ટની વિજેતા સામે અને ૧૯ તારીખે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે સતત બે દિવસ વન-ડે મૅચ રમવાની છે. લીગ રાઉન્ડ પૂરો થયા પછી બન્ને ગ્રુપની વિજેતા અને રનર-અપ ટીમો સામસામે મૅચો રમશે જેથી ભારત પાકિસ્તાન સામે ઓછામાં ઓછી બે અને ફાઇનલમાં પોંચશે તો ત્રણ વન-ડે રમશે.

કોહલીને જો ટુર્નામેન્ટમાં આરામ આપવામાં આવશે તો રોહિત શર્મા ટીમની લીડરશિપ સંભાળશે, જેણે ૧૮ માર્ચે કોલમ્બોમાં ભારતને T૨૦ ટ્રાયેન્ગ્યુલર ચૅમ્પિયન બનાવ્યું હતું. ઓપનિંગમાં શિખર ધવન અને રોહિત શર્મા, જ્યારે વનડાઉનમાં લોકેશ રાહુલનું સ્થાન નક્કી છે. કોહલી પછીના બે બૅટિંગક્રમ ચિંતાનો વિષય છે. મનીષ પાંડે સતત સારું નથી રમી રહ્યો, જોકે ચાર દેશોની સિરીઝમાં કમબૅક કરતા ઇન્ડિયા-B વતી ચાર મૅચોમાં ૩૦૬ રન બનાવ્યા હતા. અંબાતી રાયુડુ યો-યો ટેસ્ટમાં સફળ રહ્યો અને તેણે ઇન્ડિયા-A વતી રન પણ બનાવ્યા, કેદાર જાધવ પણ છે અને ઉપયોગી ઑફ-બ્રેક બોલર પણ છે. મયંક અગ્રવાલે કર્ણાટક અને ઇન્ડિયા-A વતી ઘણા રન બનાવ્યા છે. બોલિંગમાં નેતૃત્વ ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ કરશે. શાર્દૂ ઠાકુર, સિદ્ધાર્થ કૌલ સાથે ઉમેશ યાદવ પણ સિલેક્શન માટે દાવેદાર છે. વિકેટકીપિંગની જવાબદારી ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિનિંગ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની રહેશે અને તેની પાસેથી શીખવા માટે નૉટિંગહૅમ ટેસ્ટમાં ડેબ્યુ કરનાર રિષભ પંતને શામેલ કરી શકાય છે.

એશિયા કપમાં ધોનીના સ્ટૅટિસ્ટિક્સ


મહેન્દ્ર સિંહ ધોનીએ એશિયા કપની ૧૬ ઇનિંગ્સમાં ૧૦૨.૧ની ઍવરેજથી ૪૩ ચોગ્ગા અને ૧૬ સિક્સરની મદદથી ૬૧૩ રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ ૯૭.૩૦ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK