...તો ભારત છોડીને જતો રહે

ભારતીય કરતાં અંગ્રેજ અને કાંગારૂ ખેલાડીઓને પસંદ કરનાર પ્રશંસકને વિરાટ કોહલીએ કહ્યું...

kohli



ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે એક પ્રશંસકને દેશ છોડવાની સલાહ આપતો દેખાઈ રહ્યો છે. જોકે તેની આ વાત કેટલાક પ્રશંસકોને પસંદ નથી આવી અને તેમણે કોહલીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. તાજેતરમાં જ ૩૦મી વરસગાંઠ ઊજવનાર વિરાટ કોહલી અત્યારે પત્ની અનુષ્કા સાથે હરિદ્વારમાં આરામ ફરમાવી રહ્યો છે. તેને બદલે રોહિત શર્મા વેસ્ટ ઇન્ડીઝ સામે ટી૨૦ સિરીઝમાં ભારતીય ટીમની કૅપ્ટન્સી કરી રહ્યો છે. આ વાત તેણે પોતાની નવી મોબાઇલ ઍપ્લિકેશનની રિલીઝ દરમ્યાન કરી હતી. 

વિડિયોમાં કોહલી મોબાઇલમાં જોઈને કંઈ વાંચતો નજરે પડે છે. તેને એક પ્રશંસકે લખ્યું હતું કે ‘તે એક ઓવરરેટેડ બૅટ્સમૅન છે. તેની બૅટિંગમાં પણ કંઈ ખાસ નથી. મને ભારતીયોની સરખામણીમાં અંગ્રેજ અને ઑસ્ટ્રેલિયન બૅટ્સમેનોને રમતાં જોવામાં વધુ આનંદ આવે છે.’

એના જવાબમાં વિરાટ કહે છે, ‘મને નથી લાગતું કે તારે ભારતમાં રહેવું જોઈએ. જાઓ, બીજી જગ્યાએ જતા રહો. તમે અમારા દેશમાં કેમ રહો છો અને અન્ય દેશોને પ્રેમ કરો છો. તું ભલે મને પસંદ ન કરે, કોઈ વાંધો નથી, પરંતુ મને નથી લાગતું કે તમારે અમારે દેશમાં રહેવું જોઈએ અને બીજાઓની જેમ વિચારવું જોઈએ. તમારે તમારી પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ.’


આ પણ વાંચોઃ યુવાન ક્રિકેટરોને મોટિવેટ કરવા તેમના ફ્રેન્ડ બનો : તેન્ડુલકર


કોહલીના આ જવાબમાં સોશ્યલ મીડિયામાં ઘણા લોકોએ તેની વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો હતો. તેમને કોહલી દ્વારા કરવામાં આવેલી આ કમેન્ટ પસંદ નથી આવી. એક યુઝરે ટીકા કરતાં લખ્યું હતું કે તેણે લગ્ન વિદેશમાં કર્યા, કબડ્ડીને બદલે વિદેશમાં શોધાયેલી રમત રમે છે, ઘણી વખત વિદેશી ભાષા બોલે છે. વિદેશી વસ્ત્રો પહેરે છે. કોહલીએ તાજેતરમાં વન-ડેમાં સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન બનાવવાનો રેકૉર્ડ પણ પોતાના નામે કર્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK