એશિયાની બહાર બંગલા દેશે નવ વર્ષ બાદ જીતી સિરીઝ

મહેમાન ટીમે ૬ વિકેટે બનાવેલા ૩૦૧ રનના જવાબમાં યજમાન ટીમ ૬ વિકેટે માત્ર ૨૮૩ રન જ કરી શકી

tamim

ઓપનર તમીમ ઇકબાલની સદીને કારણે મોટો સ્કોર બનાવનાર બંગલા દેશે વેસ્ટ ઇન્ડીઝને છેલ્લી ઓવરોમાં સારા પ્રયાસો છતાં ૧૮ રનથી હરાવીને સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી. તમીમ (૧૦૩)ની સિરીઝની બીજી સદી અને મહમુદુલ્લાહ (નૉટઆઉટ ૬૭)ની મદદથી બંગલા દેશે ૬ વિકેટે ૩૦૧ રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ રોવમૅન પોવેલના ૪૧ બૉલમાં નૉટઆઉટ ૭૪ રન છતાં છ વિકેટે ૨૮૩ રન જ બનાવી શકી હતી. ક્રિસ ગેઇલે (૭૩) અને શાઇ હોપે (૬૪ ) પણ હાફ-સેન્ચુરી ફટકારી હતી. આમ બંગલા દેશ છેલ્લાં નવ વર્ષમાં પહેલી વાર એશિયાની બહાર કોઈ સિરીઝ જીત્યું હતું.

બંગલા દેશે વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડેમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર પણ બનાવ્યો હતો. કૅપ્ટન મશરફે મોર્તઝાએ ટોસ જીતીને ફરીથી પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તમીમે ફરીથી પોતાની ટીમને સારી શરૂઆત અપાવી હતી. તેણે ૧૨૪ બૉલની પોતાની ઇનિંગ્સ દરમ્યાન સાત ચોગ્ગા અને બે સિક્સર પણ ફટકારી હતી. તેણે ત્રણ મૅચમાં ૧૪૩.૫ની ઍવરેજથી ૨૮૭ રન બનાવ્યા હતા. તેને મૅન ઑફ ધ મૅચ અને મૅન ઑફ ધ સિરીઝ પણ જાહેર કરાયો હતો.

મુસ્તફિઝુરની બંગલા દેશની ટીમમાં વાપસી

ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનનો વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી ત્રણ T૨૦ મૅચોની સિરીઝ માટે બંગલા દેશની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આવતી કાલથી બંગલા દેશ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે T૨૦ સિરીઝની શરૂઆત થઈ રહી છે. મુસ્તફિઝુર IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતાં ઈજાગ્રસ્ત થયો હોવાથી જૂનમાં તે અફઘાનિસ્તાન સામે રમાયેલી T૨૦ સિરીઝમાં પણ નહોતો રમી શક્યો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK