સેહવાગે શોધ્યો ધવનનો હમશકલ

વીરેન્દર સેહવાગ સોશ્યલ મીડિયામાં હસીમજાક માટે જાણીતો છે.

dhawan

મંગળવારે તેણે પોતાના ભૂતપૂર્વ સાથીખેલાડી શિખર ધવનની ૩૨મી વર્ષગાંઠે કોઈક મજાક ઉડાડતી લાઇનનો ઉપયોગ કરવાને બદલે તેના જેવી જ દેખાતી એક વ્યક્તિનો ફોટો મૂક્યો હતો અને એમાં લખ્યું હતું, ‘અંગ્રેજી કૉમેન્ટેટરો તને ‘શિખા ધ વન’ નામે બોલાવે છે, પરંતુ તેં ભારતીય ટીમની ઇજ્જત ઘણી વખત બચાવી છે અને વિજયનો પાયો પણ નાખ્યો છે.’ ધવને પોતાના જન્મદિને ૬૭ રન બનાવ્યા હતા.

પુજારાએ ધવનના માથા પર રેડ્યો ટમૅટો સૉસ


મંગળવારે ભારતીય ક્રિકેટ બોર્ડે શિખર ધવનની ૩૨મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી જેમાં ખેલાડીઓના જન્મદિવસે જે રીતે કેક ખાવાને બદલે મોઢા પર ચોપડવાની પ્રથા છે એ તમામે નિભાવી હતી. ક્રિકેટ બોર્ડે શૅર કરેલા વિડિયોમાં મેદાન પર શાંત દેખાતા ચેતેશ્વર પુજારાએ ધવનના માથા પર ટમૅટો સૉસની બાટલી જ ઊંધી વાળી દીધી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy